ભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂા. ૫૦ હજારની રોકડ રકમની ઉઠાંતરી

0

ભાણવડના ભગવતી શેરી વિસ્તારમાં રહેતા મનસુરભાઇ અલ્લાઉદીનભાઈ બરડાય નામના ૪૨ વર્ષીય ખોજા યુવાનના માતા દોલતબેને પોતાના કામની અંગત બચત દ્વારા ભેગા કરેલા રૂપિયા ૫૦ હજાર રોકડા ભાણવડની બેન્ક ઓફ ઇન્ડિયામાં સોમવારે સવારે જમા કરવા ગયા હતા. ત્યાં બેંકની પૈસા ભરવાની લાઈનમાં તેઓ ઉભા હતા, ત્યારે દોલતબેનની પાછળ લાઈનમાં ઉભેલા એક પીળી સાડી પહેરેલા મહિલાએ દોલતબેનની નજર ચૂકવી, તેમની પાસે રહેલા રૂપિયા પચાસ હજારની રોકડ રકમ ચોરી કરીને લઇ ગયાનો બનાવ જાહેર થયો છે. આ બનાવ અંગે મનસુરભાઈ બરડાયની ફરિયાદ ઉપરથી ભાણવડ પોલીસે પીળી સાડી પહેરેલા અજાણ્યા મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!