ઉત્તરાખંડમાં બનેલી જધન્ય ઘટના : ૬૦ વર્ષનાં નરાધમ ડોકટરે ૭ અને ૩ વર્ષની બાળકીઓ ઉપર દૂષ્કર્મ આચર્યુ

0

ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેરાદુનમાં ૬૦ વર્ષના એક ડોકટર ઉપર ૩ વર્ષ અને ૭ વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આરોપી પોતાને વ્યવસાયે ડોકટર હોવાનું જણાવે છે. તેણે દૂધમાં બેભાન કરવાની દવા મેળવી માસૂમો સાથે દુષ્કર્મ આચર્યું. બંને માસૂમોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ, મામલાની ગંભીરતાને જોતાં પોલીસે પોકસો એકટ હેઠળ કેસ નોંધી આરોપી ડોકટરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો, જયાંથી તેને ૧૪ દિવસની જયૂડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે.
મળતી જાણકારી મુજબ, આ મામલો પટેલ નગર પોલીસ સ્ટેશનની હદનો છે. અહીં એક તથાકથિત ૬૦ વર્ષના ડોકટર ભારત ભૂષણ ઉપર દૂધમાં નશીલો પદાર્થ મેળવીને ૭ અને ૩ વર્ષની બે બહેનો સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ડોકટરના ઘરમાં એક મહિલા પોતાની બે દીકરીઓ સાથે રહેતી હતી. તે મહિલા આ ડોકટરના ઘરનું કામકાજ પણ કરતી હતી. રવિવારે મહિલા પોતાના પરિચિતના ઘરે ગઈ હતી. તે સમયે ભારત ભૂષણે બંને માસૂમોને દૂધમાં બેભાન થવાની દવા મેળવીને પીવડાવી દીધું. જયારે બંને બેભાન થઈ ગઈ તો આરોપીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું.
પીડિતાની માતાનું કહેવું છે કે તે એક વાગ્યે જયારે ઘરે પહોંચી તો તેણે જોયું કે તેની બંને દીકરીઓ બેભાન પડી છે. તેને આ હાલતમાં જોઈ માતાએ ડોકટરને તે અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તેની ઉપર કોરોના સંક્રમણ છે. હું જોઈ લઈશ, તું રહેવા દે. પરંતુ માતાએ બાળકીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી, જયાં જાણવા મળ્યું કે તેમની સાથે દુષ્કર્મ થયું છે. ત્યારબાદ પીડિત માતાએ પોલીસને ઘટનાની જાણ કરી. બીજી તરફ, મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ડોકટરની ધરપકડ કરી લીધી. મામલામાં એએસઆઈ ભુવન ચંદ પૂજારીનું કહેવું છે કે જેવી મામલાની ફરિયાદ મળી, પ્રાથમિક તપાસમાં આરોપી પરના આરોપ સાચા હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ઘરે જઈને પોલીસે આરોપી ડો. ભારત ભૂષણને પોકસો એકટમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો, જયાંથી તેને ૧૪ દિવસની જયૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!