વડોદરા(ઝાલા) ગામના દરિયાકાંઠે બનતા પાણીનાં પ્લાન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ

0

સુત્રાપાડા તાલુકાના વડોદરા (ઝાલા) ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ગૌચરની જમીનમાં દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા ડીસલર્ટીંગ પ્લાન્ટ માટે સરકાર દ્વારા ૧૮ હેકટર ગૌચરની જમીન ફાળવી દેતા આ જગ્યા ઉપર ખારા પાણીને મીઠા પાણી બનાવવાના પ્લાન્ટની કામગીરી શરૂ થયેલ છે. ગ્રામજનોના કહેવા મુજબ આ જમીન ફાળવા સામે ગ્રામજનોનો વિરોધ હોવા છતાં સરકાર દ્વારા ગૌચરની જમીન પ્લાન્ટ માટે ફાળવી દેતા ગ્રામજનો દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહયો છે. છેલ્લા ચાર દિવસથી કંપની દ્વારા જમીનનો કબ્જાે લેવાનું કામ ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવતા તા.રપ-૯-ર૦ના રોજ મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરૂષોએ સ્થળ ઉપર જઈને વિરોધ કરતા પોલીસ દ્વારા ૧ર લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને છેલ્લા ચાર દિવસથી વડોદરા (ઝાલા)ના ગ્રામજનો સ્થળ ઉપર શાંતિપુર્ણ રીતે રામધુન બોલીને વિરોધ કરી રહયા છે પરંતુ કોઈ નેતા તેમની વાત સાંભળવા ફરકતા નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!