જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં આવેલ નાનકડા ગામની સરકારી હાઈસ્કૂલ પસવાડાની વિદ્યાર્થીની ભાટી કુંતન ઉમેદભાઈ ધોરણ-૯ની વિદ્યાર્થીનીએ ગુજરાત વર્ચ્યુઅલ શાળા તા.૨૬/૯/૨૦૨૦ના રોજ વિજ્ઞાન વિષયની ઓનલાઇન ટેસ્ટમાં સમગ્ર ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓએ આપેલ ટેસ્ટમાં પાંચમો નંબર પ્રાપ્ત કરી પસવાડા હાઈસ્કૂલ તથા ગામનું ગૌરવ વધારેલ છે તે બદલ શાળા પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. સરકારી હાઈસ્કૂલ પસવાડાના શિક્ષકો દ્વારા વર્ચ્યુઅલ શિક્ષણ તથા જે વિદ્યાર્થીઓ પાસે ટેક્નોલોજીનો અભાવ છે તેવા વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને વિવિધ વાંચન મટીરીયલ દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે જેનું ખૂબ જ સારૂ પરિણામ મળેલ છે. આ તકે શાળાના આચાર્ય પી.ડી.પરમાર તથા શિક્ષક મધુસુદન ઘાઘરા તથા દર્શન રાયચુરા અને ગામના સરપંચ તથા આગેવાનોએ વધુ વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં સહભાગી બને તે માટે જહેમત ઉઠાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews