માણાવદરમાં પત્રકાર અને પોલીસ દ્વારા સંયુકત માસ્ક વિતરણ કરાયું

0

માણાવદર પંથકમાં વધતા જતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બનેલ છે ત્યારે માણાવદર શહેરમાં પત્રકારો અને પોલીસ દ્વારા સંયુકત રીતે ૧ હજાર માસ્કનું વિતરણ કરાયું હતું જેમાં ડીવાયએસપી ગઢવી તથા પત્રકારો જાેડાયા હતા. હાલ ઘણા લોકો પાસે માસ્ક નથી તેમજ માસ્ક ન પહેરવાને કારણે રૂા. ૧ હજારનો દંડ ભરવો પડે છે ત્યારે કોરોનાના ઘાતક રોગથી બચવા અને રોગનો ફેલાવો અટકાવવા પ્રયાસ કરાયો છે. આ તકે ડીવાયએસપી શ્રી ગઢવીએ વ્યક્તિગત માસ્ક વિતરણ કરી, માસ્ક પહેરવા અને માસ્ક નહીં પહેરેલ હોય તો પોલીસ દંડ ફટકારશે તેવી સમજણ લોકોને આપી હતી. પોલીસ અને પત્રકારોની માસ્ક વિતરણ સેવા દરમ્યાન લોકોને સેનીટાઈઝરનો ઉપયોગ કરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, વધુ સંખ્યામાં લોકોને એકત્ર ન થવા, રોગને ફેલાતો અટકાવવા વગેરે બાબતે અનુરોધ કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!