પાંચ શખ્સોને રૂા. પ૪,ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ


જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢનાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ તથા પોલીસ સ્ટાફે જૂનાગઢનાં વાંજાવાડમાં રહેતો પંકજ ઉર્ફે લાલો વરલી મટકાનાં જુગાર અંગે રેડ પાડતાં પંકજ ઉર્ફે લાલો પંડયા, હનીફ પઠાણ, કનુ ચુડાસમા, કૌશલ નાંઢા અને હરસુખ ચાવડાને રોકડ રૂા. પ૦,૭૦૦ તથા મોબાઈલ-પાંચ મળી કુલ રૂા. પ૪ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ બડવા, વી.એન. બડવા, એસ.એમ. બેલીમ, વી.કે. ચાવડા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, સાહીલભાઈ સમા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, ભરતભાઈ ઓડેદરા જુગારનાં દરોડાની કાર્યવાહીમાં જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!