૧લી ઓકટોબરથી દેવળીયા સફારી પાર્ક અને ૧૬ ઓકટોબરથી ગીરનું જંગલ પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાશે

પ્રવાસી જનતા માટે અને સિંહ દર્શન માટે આવતા મુલાકાતીઓ માટે ૧૯૩ દિવસ બંધ રહ્યા બાદ હવે વનરાજને નિહાળવાનો લાવ્હો મળી શકશે. સિંહોનાં ઘર ખૂલ્લવાને હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે ત્યારે પ્રવાસી જનતા બુકિંગ માટે તત્પર બની છે તો બીજી તરફ સંપૂર્ણ કોવિડની માર્ગદર્શીકાનાં પાલન સાથે સફારી પાર્ક અને જંગલ ખોલવા તંત્ર સજજ બની ગયું છે. ગુજરાતની શાન સમા ૬૭૪ સાવજોને નજીકથી નિહાળવાનો નજારો કંઈક અલગ જ હોય છે. ત્યારે આને લઈને રાજય સરકારે મંજુરી આપ્યા બાદ ૧૯૩ દિવસ પછી એટલે ૧લી ઓકટોબરથી દેવળિયા સફારી પાર્ક અને ૧૬ ઓકટોબરથી ગીરનું જંગલ પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવશે. આને લઈને રાજયનાં વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, કોરોના મહામારીને લઈને રાજય અને કેન્દ્ર સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. પહેલા જીપ્સીમાં ૬ પ્રવાસીન બેસવાની મંજુરી આપવામાં આવતી હતી, હાલ નવી ગાઈડલાઈન મુજબ જીપ્સીમાં માત્ર ૩ પ્રવાસી અને એક બાળકને પરવાનગી મળશે. બસમાં પ૦ ટકા પર્યટકોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. સાસણ ડીસીએફ મોહન રામે જણાવ્યું કે, સિંહસદન ખાતે પણ દરેક સ્થળે સામાજીક અંતર જાળવવા માટે તકેદારી રાખવામાં આવી છે. બુકિંગ ખુલતાની સાથે જ એક કલાકમાં સારો એવો રિસ્પોન્સ જાેવા મળ્યો હતો. ત્રણ મહિનાનું એડવાન્સ બુકિંગ માટે સિસ્ટમ ચાલું કરવામાં આવી છે. વાહનોની સંખ્યા એટલી જ રાખવામાં આવી છે, પરંતુ પ્રવાસીઓ માટે પ૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે હોવાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!