જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીની એક યાદી જણાવે છે કે, ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળો એટલે કે, જૂનાગઢ જીલ્લામાં જીલ્લા કક્ષાએ તથા તમામ મામલતદાર કચેરી ખાતે આવેલ સીએસસી કેન્દ્રો ઉપરથી જ જરૂરી પુરાવાઓ રજૂ કર્યેથી નિયત ચાર્જ રૂા.૩૦ વસૂલીને આપવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ સ્થળેથી ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવતા નથી. આ અધિકૃત સ્થળો સિવાયનાં કોઈ સ્થળ ઉપરથી ગેરકાયદેસર રીતે આવા ઓળખકાર્ડ આપવામાં આવતા હોવાનું ધ્યાને આવે તો તુરંત જ સંબંધિત પ્રાંત અધિકારી કે મામલતદાર કચેરીમાં જાણ કરવા જણાવવામાં આવે છે. જાે કોઈ વ્યકિત ગેરકાયદેસર રીતે આવા ઓળખકાર્ડ બનાવતા હોવાનું તંત્રનાં ધ્યાને આવશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની તમામ જાહેર જનતાને નોંધ લેવા એક યાદીમાં જણાવવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews