જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાજીના મંદિરે અગામી નવરાત્રીની ભાવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી દરમ્યાન અંબાજીના મંદિરે માતાજીની આરાધના પુજન, અર્ચન, આરતી, હવન કરવામાં આવશે તેમ અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું. આ અંગે અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભકતોને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની કોરોના ગાઈડલાઈન મુજબ મંદિરે આવવાની પરવાનગી આપવામાં આવી રહી છે. માતાજીના નોરતાની ઉજવણી ભાવભેર કરાશે અને ભકતો આરતીનો લહાવો લઈ શકે તે માટે સવારે સવારે અને સાંજે ૭ વાગ્યે આરતી કરવામાં આવશે. આ વખતે સાતમ એટલે કે તા. ર૩ ને શુક્રવારે બપોરથી આઠમ બેસી જતી હોય સાતમના દિવસે જ બપોરે ૧ર થી ર.પ૦ કલાક દરમ્યાન આઠમનો હવન કરવામાં આવશે અને ત્યારબાદ બીડું હોમાશે. દર વર્ષે તેઓ ભીડભંજન મંદિરે નવરાત્રિ અનુષ્ઠાન કરતા હતા પરંતુ આ વર્ષે તેઓ ગિરનાર પવર્ત ઉપર અંબાજીના મંદિરે અનુષ્ઠાન કરશે તેમ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews