કોરોના મહામારીને લીધે દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લીધે સરકાર દ્વારા તહેવારોની ઉજવણી ઉપર રોક લગાવી દેવાયો છે. બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ત્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોરોનાને લીધે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મોકૂફ રાખવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. વિગતે વાત કરીએ તો હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ગંભીર રૂપ લઈ રહી છે. ત્યારે આવા કપરા કાફ્રમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા ૬ મહાનગરપાલિકા, પ૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૧ તાલુકા પંચાયતની આગામી ઓકટોબર અને ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી યોજવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય ગ્યાસુદ્દી શેખ દ્વારા રાજય ચૂંટણી કમિશનરને રૂબરૂ મફ્રી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક સ્વરાજયની ૂચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવા અપીલ કરી હતી અને જાે ચૂંટણી મોકૂફ નહીં રખાય તો નાછુટકે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા પણ જણાવ્યું હતું. તેના અંતર્ગત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઈલેકશન કમિશન, ગુજરાત સરકાર સહિત અન્ય લોકો સામે રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફત પિટિશન કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં થશે એમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews