રેલવેની ટ્રેનોના તમામ ડબાને સલામત બનાવવામાં હજુ ૮ વર્ષ લાગશે : CAG

0

ભારતીય રેલવેને તેના હાલના ૯૦૩ ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ) ટાઇપના પ્રમાણમાં અસલામત કહી શકાય એવા ડબાને લિંકહોફમેન બુશ (એલએચબી) ટાઇપના સલામત ડબામાં તબદીલ કરતાં હજુ આઠ વર્ષનો સમય લાગશે એમ ગત સપ્તાહે સંસદમાં રજૂ કરાયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. કેન્દ્રિય રેલવેમંત્રી પીયૂશ ગોયેલે ૨૦૧૭માં એવું વચન આપ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં તો ભારતીય રેલવે પ્રમાણમાં અસલામત ગણાતા આઇસીએફ ટાઇપના ડબાને ઉમેરવાનું બંધ કરીને વધુ સલામત ગણાતા એલએચબી પ્રકારના ડબા ઉમેરવા તરફ આગળ વધશે. તે સમયે મુસાફરોની સલામતી ઉપર ભાર મૂકતા ગોયેલે કહ્ય્šં હતું કે ૨૦૨૨ સુધીમાં તો આઇસીએફ પ્રકારના ડબા એક ઇતિહાસ બની જશે. તે ઉપરાંત તેમણે નાણાંકીય ભંડોળની પણ કોઇ અછત નહીં હોવાનું કહ્ય્ હતું. રાયબરેલી ખાતે આવેલી આધુનિક કોચ ફેક્ટરીએ મને એવી દરખાસ્ત પણ મોકલાવી હતી કે હાલ સલામત ગણાતા એલબીએચ ટાઇપના ડબાનું પ્રતિ વર્ષ એક હજાર નંગના ધોરણે જે ઉત્પાદન થાય છે તેને વધારીને પ્રતિ વર્ષ ૫૦૦૦ ડબા કરી નાંખવામાં આવશે એમ પીયૂશ ગોયેલે ૨૦૧૭ની સાલમાં કહ્ય્ હતું. રેલ્વેની એક ઉચ્ચસ્તરીય સલામતી સમીક્ષા કમિટિએ કરેલી સમીક્ષા મુજબ હાલના ડબાઓમાં મુસાફરોના જીવ સામે ઘણાં જાેખમ રહ્યા છે. આ મુજબની સમીક્ષા રેલવે મંત્રાલયને સોંપાઇ ગઇ હોવા છતાં જે ગતિએ આઇસીએફ કોચને એલબીએચ કોચમાં તબદીલ કરવાનું કામ ચાલી રહ્ય્šં છે તે ખરેખર ખુબ જ ધીમી છે અને જાે આ ગતિએ જ કામ ચાલશે તો રેલવેને તેના તમામ આઇસીએફ ટાઇપના ડબાને એલબીએચ ટાઇપમાં તબદીલ કરતાં આઠ વર્ષનો સમય લાગી શકે છે. કેગના રિપોર્ટમાં સરકારને સલાહ આપવામાં આવી હતી કે જાે રેલ્વે મંત્રાલય તમામ આઇસીએફ ટાઇપના ડબાઓને એલબીએચ ટાઇપમાં પરિવર્તિત કરવાનો લક્ષ્ય હાંસલ કરવા માંગતુ હોય તો તેણે એલબીએચ ટાઇપના ડબાઓનું ઉત્પાદન ઝડપી બનાવી દેવાનું રહેશે, તે ઉપરાંત જરૂરી તમામ પ્રકારની એન્સિલરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાની રહેશે. ૨૦૧૫- ૧૬થી ૨૦૧૭-૧૮ સુધીના છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ૧૯૫ આઇસીએફ ટાઇપના રેકને એલબીએચ ટાઇપમાં ફેરવી નાંખવાની યોજના બનાવવામાં આવી હતી પરંતુ ફક્ત ૧૦૮ ડબાને જ એલબીએચ ટાઇપમાં ફેરવી શકાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!