કોરોનાને કારણે એશિયામાં ૩.૮૦ કરોડ લોકો ઉપર ગરીબીનું તોળાતું સંકટ : વિશ્વ બેંક

0

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થ વ્યવસ્થામાં ૫૦થી વધારે વર્ષો દરમ્યાન સૌથી ધીમો વૃધ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. આ કારણે લગભગ ૩ કરોડ ૮૦ લાખ લોકો ઉપર ગરીબીનું સંકટ તોળાઈ રહ્ય્šં છે. બેંકે કહ્ય્šં કે, ૨૦૨૦માં આ ક્ષેત્ર ફક્ત ૦.૯ ટકા સુધી જ વધવાની આશા છે. તે ૧૯૬૭ બાદનો સૌથી ઓછો દર છે. આ વર્ષે ચીનમાં વિકાસ દર ૨ ટકા રહેવાની આશા છે. જેમાં સરકારી ખર્ચ, મજબૂત એક્સપોર્ટ અને માર્ચ બાદથી નવા કોરોના વાયરસ સંક્રમણ ઓછો દર હોવાને કારણે આ આશા કરાઈ હતી, પણ ઘીમી ઘરેલું ખપતને કારણે તે શક્ય થઈ શક્યું નહીં. વર્લ્ડ બેંકે કહ્ય્ કે, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રના બાકીના ભાગોમાં ૩.૫ ટકા સંકોચનનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહામારી અને તેના પ્રસારને રોકવાના પ્રયાસોથી આર્થિક ગતિવિધિમાં એક મહત્વપુર્ણ સુધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે આ દેશોને મહામારીના આર્થિક અને નાણાકીય પ્રભાવને પહોંચી વળવા માટે આવક વધારવા આર્થિક સુધારણા કરવી પડશે. સાથે જ સામાજિક સુરક્ષા કાર્યક્રમ શ્રમિકોનાં એકીકરણને અર્થવ્યવસ્થામાં પરત લાવવામાં મદદ કરી શકે છે. સારી રીતે કામ કરી રહેલાં સામાજિક સુરક્ષા કાર્યક્રમો અને સારી અમલીકરણ માળખાકીય સુવિધાવાળા દેશ વધારે ઝડપથી અને મોટાપાયે તેના બહાર નીકળી શકવામાં સક્ષ્મ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!