ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ.મહેશભાઈ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. ૮૪) ને ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આથી તેમને અહીંની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને ૨૨ દિવસની વિવિધ પ્રકારની સારવાર ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મ્હાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. અહીં તેમના સગા-સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી. શારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews