ભેંસાણ : શાળા બંધ રહેતાં તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

0

લોકડાઉન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ નહીં થતાં બેચેન બની ગયેલી ભેંસાણમાં રહેતી એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભેંસાણના પરબ રોડ ઉપર રહેતા રસીકભાઈ બાબુભાઈ પરમારની પુત્રી ઉર્વિશા (ઉ.વ. ૧૬) ધો. ૧૦ માં અભ્યાસ કરતી હતી. ગત વર્ષે ધોરણ ૧૦ માં ૯૭ ટકા માર્કસ તેને પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ કોરોનાની મહામારીને કારણે લોકડાઉનને લઈ શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી તે બેચેન રહેતી હતી. ઉર્વિશા પરમાર તેના પરિવારજનોને પોતાનું શિક્ષણ બગડતું હોવાનું વારંવાર કહેતી ત્યારે તેના પરિવારજનો તેમને સમજાવતા હતા તેમ છતાં ઉર્વિશા પરમાર ગુમસુમ રહેતી હતી. ગઈકાલે સવારે ઉર્વિશા બાબુભાઈ પરમારે પોતાના ઘરે એકલતાનો લાભ લઈ, ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!