રાજ્યમાં નવરાત્રીના ગરબાઓના આયોજન અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષે રાજ્યમાં ધંધાકીય હેતુથી પાર્ટી-પ્લોટ વગેરેમાં યોજાતા ગરબાના મોટા આયોજનો થઈ શકશે નહીં, તેમ જણાવી શેરી-ગરબા અંગે વિચારણા બાદ નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પટેલે કહ્ય્šં હતું કે, આજની બેઠક બાદ અમને બાબરી વિધ્વંસના ચુકાદાનો કોર્ટે જે ર્નિણય કર્યો છે તે અંગે જાણીને ખુશી થઈ છે. નીતિન પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં નવરાત્રી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્ય્šં છે કે, નવરાત્રીના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, ‘આજે ભારત સરકાર દ્વારા અનલોકની નવી ગાઈડલાઈન જાહેર થશે. ગુજરાત સરકાર ભારત સરકારની ગાઈડલાઈનને અનુસરી અને તેમાં કેટલી છૂટ આપવી જાેઈએ તે ર્નિણય કરશે. આ વર્ષે નવરાત્રીના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરીને કહ્ય્šં હતું કે, અમદાવાદમાં યોજાતા રાજ્ય સરકારના વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.’ નીતિન પટેલે ઉમેર્યું કે, ‘આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટના કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જાે કે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં ગરબા યોજાવા જાેઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે, સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જાેઈએ.’ નીતિન પટેલે ઉમેર્યું કે, ‘મોટા આયોજનો શક્્ય નથી ત્યારે લોકોની આસ્થા અને ભક્તિ માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઈ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઈ ર્નિણય કરાયો નથી. અમે સરકારની બેઠકમાં આ વિષય મૂકીને તે અંગે યોગ્ય ર્નિણય કરીશું.’
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews