સરકારની ૨૫ ટકા ફી માફીની જાહેરાત લોલીપોપ સમાન : ગુજરાત વાલી એકતા મંડળ

0

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ‘ફી’ માફી મામલે ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સામે વાલી મંડળ તેમજ ખાનગી શાળાના સંચાલકો બંનેમાં અસંતુષ્ટ જાેવા મળી રહ્યા છે. સરકારના આ નિર્ણયને લઈ સંકૂલ સંચાલક મંડળનું પણ નિવેદન આવ્યું છે. એસોસિએશન ઓફ પ્રોગેસિવ સ્કૂલ (એઓપીએસ)ના પ્રમુખ મનન ચોક્સીએ કહ્યું કે, સ્કૂલ ફીમાં ર૦ ટકાના ઘટાડાનો પ્રસ્તાવ સરકારને આપ્યો હતો. ઉપરાંત અમે એમ પણ રજૂઆત કરી હતી કે, જે વાલીઓ એપ્રિલથી સપ્ટેમ્બર, ર૦ર૦ સુધીની એટલે કે બે ક્વાર્ટરની ફી ૩૧ ઓક્ટોબર, ર૦ર૦ સુધીમાં ભરી દેશે તેમને જ ર૦ ટકા ફી માફીનો લાભ મળશે અને જે વાલીઓ મોડી ફી ભરશે તેમને આ સુવિધાનો લાભ નહીં મળે. આજે સરકારે અમારી ર૦ ટકા ફી માફીની રજૂઆતના બદલે રપ ટકા ફી માફી જાહેર કરી છે. આ ફી માફી કઈ શરતો કે નિયમોના આધારે અપાશે તેની વિગતો જાણવા અમે સરકારના જીઆરની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. જાે અમારી રજૂઆતને જીઆરમાં સમાવાઈ હશે તો એનો અમલ કરીશું. આજે સરકારે જાહેર કરેલી રપ ટકા ફી માફી ખરેખર ઓછી છે. રાજ્ય સરકાર પાસે ૨૦૨૦-૨૧નું ૧પ૦૦ કરોડનું ભંડોળ વણવપરાયેલું છે. તો આ ભંડોળમાંથી રપ ટકા કાઢીને ફી માફી આપી હોત તો આર્થિક સંકડામણમાં વાલીઓને રાહત મળી હોત. અમારી પાસે હજુ હાઈકોર્ટમાં જવાનો મુદ્દો છે અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં જઈશું. જ્યારે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, સરકારની રપ ટકા ફી માફીની જાહેરાત લોલીપોપ સમાન છે. સરકાર રપ ટકા ફી માફી આપીને વાલીઓની મજાક ઉડાવી રહી છે. જાે સરકાર ખરેખર સાચા અર્થમાં વાલીઓના હિતમાં ફી માફી કરવા માગતી હોય તો રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા તારીખ ૧૬/૭/ર૦ર૦ના જ્યાં સુધી સ્કૂલો વાસ્તવિકરૂપથી શરૂ ના થાય ત્યાં સુધીની ફી માફ કરવાના ઠરાવનો યોગ્ય અમલ કરવા આદેશ આપે અથવા ચાલુ વર્ષની ઓછામાં ઓછી પ૦ ટકા શૈક્ષણિક ફી માફ કરેે. ફી માફીની માંગ ચાલુ રહેશે. આગામી સમયમાં ફી માફીને લઈ આશ્ચર્યજનક કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!