ખારચીયા (વાંકુના) ગામના મૃતક વિદ્યાર્થીના વારસદારને વિમાની રકમ ચૂકવવા માંગ

ભેંસાણ તાલુકાના ખારચીયા (વાંકુના) ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મળતી સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવતી ન હોવાથી મૃતક વિદ્યાર્થીના વાલી દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારેલ છે. ખારચીયા ગામના બાબુભાઈ શામજીભાઈ વોચનો પુત્ર દેત (ઉ.વ.૧ર) અહીંની ક્રિષ્ના સ્કુલમાં અભ્યાસ કરતો હતો. તેનું આકસ્મિક મૃત્યુ થતા ગુજરાત સરકારની સામુહિક જુથ અકસ્માત વિમા યોજના હેઠળ રૂા.પ૦ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે જે અંગેની તમામ પ્રક્રિયાઓ પણ મૃતકના પરિવારજનોએ પુર્ણ કર્યા બાદ પણ તાલુકા વિકાસ અધિકારી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધરમના ધકકા ખાઈ રહયા હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે જેને લઈને સ્વ.હેતના માતા -પિતાએ પ્રશ્નનું નિરાકરણ નહિં આવે તો આત્મવિલોપન કરશે તેમ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!