અહિંસાના પૂજારી ગાંધીબાપુને શોર્ટ ફિલ્મ દ્વારા અનોખી ભાવાંજલિ

0

ભારતને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિનો શ્વાસ અપનાવનાર ગુજરાતનાં પનોતા પુત્ર ગાંધીજીનો આજે રજી ઓકટોબરનાં રોજ સમગ્ર ભારતમાં ૧પ૧મી જન્મ જયંતિ ઉજવાશે. આ દિવસે જૂનાગઢનાં એક યુવાને ‘અહિંસા’ ઉપર નાનકડી શોર્ટ ફિલ્મનું નિર્માણ કરી અનોખી ભાવાંજલી આપવાનું કાર્ય કર્યુ છે. જૂનાગઢના ઉત્સાહી યુવાન જગપાલ ભરાડે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીનું આઝાદી આપવામાં મહત્વનું યોગદાન છે. જેમના વિચારો લોખંડી તાકાત ધરાવતા હતા. સત્ય, અહિંસા અને કરૂણા આ ત્રણ શબ્દો ઉપર અંગ્રેજ હકુમતના પાયા હચમચાવી નાંખનાર ગાંધીબાપુ પાસે સત્યાગ્રહ કરવાની જાેરદાર તાકાત હતી. હિંસા નહીં પણ અહિંસાનો દિવ્ય સંદેશ આપી ગાંધીજીએ અંગ્રેજાેને અકળાવી દીધા હતા. ભારતના રાષ્ટ્રપિતાની ૧પ૧મી જન્મ જયંતિ આજે ઉજવાઈ રહી છે ત્યારે પ્રોજેકટ એલબીએફ અને આર.એમ. પ્રોડકશનના સંયુકત ઉપક્રમે અઢી મિનીટની એક શોર્ટ ફિલ્મ ‘અહિંસા’ના મુદા ઉપર નિર્માણ કરી છે જેનું વિમોચન આજે તા.રજી ઓકટોબરના રોજ સવારે ૯ કલાકે ‘યુ-ટયુબ’ ઉપર આર.એમ. ફિલ્મ સર્ચ કરવાથી આ શોર્ટ ફિલ્મ નિહાળી શકાશે.
સાબરમતી આશ્રમ ખાતેજ આ શોર્ટ ફિલ્મને કચકડે મઢવામાં આવી છે. અમદાવાદની જે.જી. કોલેજમાં ડ્રામાનો અભ્યાસ કરતા જગપાલ ભરાડ અને તેની ટીમની જહેમત રંગ લાવે તેવી શુભકામના…

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!