જૂનાગઢ – ગીર સોમનાથ જીલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી તા. ૨ થી ૮ ઓક્ટોબર સુધી થશે

0

જૂનાગઢ- ગીરસોમનાથ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી તા. ૨ થી ૮ ઓકટોબર સુધી યોજાશે. જૂનાગઢ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા યોજાનાર નશાબંધી સપ્તાહની ઉજવણી અન્વયે નશાબંધી સંદર્ભે જન જાગૃતી લાવવા જૂદા જૂદા કાર્યક્રમો યોજાશે. નશાબંધી સપ્તાહની ઉજવણી સંદર્ભે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નશાબંધી પ્રચાર, સાહિત્ય વિતરણ, નાટક, લોકડાયરાના માધ્યમથી વિવિધ સ્થળોએ જન જાગૃતી લાવવામાં આવશે. તા.૨ ના ૧૦ઃ૩૦ કલાકે જય ખોડીયાર મહિલા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ, જોષીપરા, શાંતેશ્વર રોડ ખાતે નશાબંધી સપ્તાહનો ઉદધાટન કાર્યક્રમ યોજાશે. રાત્રે ૮ કલાકે માળીયા તાલુકાના કાણેક અને વંથલી તાલુકાના મેંદરડા ખાતે નશાબંધી વિષયક નાટક, લોકડાયરો યોજાશે. તા.૩ના રાત્રે ૮ કલાકે માંગરોળના લાઠોદ્રા, વંથલીના ટીકર પાદરડી ખાતે, તા.૪ના રાત્રે ૮ કલાકે વિસાવદરના વિરપુર, કેશોદ તાલુકાના જોનપુર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. તા. ૫ ના રાત્રે ૮ કલાકે ગીર સોમનાથ જિલ્લાના છાત્રોડા ખાતે અને કેશોદના મૂલીયાસા અમર રહે તારો ચુૃડી ચાંદલો વિષય ઉપર નાટક તથા નશાબંધી કચેરી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે. તા. ૬ના રાત્રે ૮ કલાકે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના રસુલપરા અને માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે, તા. ૭ના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે, તાલાળાના સાંગોદ્રા ગામે યોજાશે. તા. ૮ના રોજ બપોરે ૩ કલાકે જૂનાગઢના ભવનાથ ખાતે પ્રવચન, નશાબંધી પ્રચાર સાહિત્ય વિતરણ માસ્ક વિતરણ, પ્રતિજ્ઞા તથા નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ યોજાશે તેમજ રાત્રે ૮ કલાકે કોડીનાર તાલુકાના દેવળી ગામે, તાલાળાના ચિત્રાવડ ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે. નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી જૂનાગઢ જીલ્લાના અધિક્ષક બી.પી.જાડેજાની માર્ગદર્શન હેઠળ સબ ઈન્સપેક્ટર ડી.પી.ગોર અને એમ.બી. સોલંકી સહિત અધિકારી/કર્મચારીઓ આ કાર્યક્રમોને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!