જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે આવેલી સરકારી જમીનમાંથી ૧ કરોડ ૮ર લાખની ખનીજ ચોરી અંગે સાત સામે ફરિયાદ

0

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે આવેલી સરકારી ગૌચરની જમીનમાંથી ૧ કરોડ ૮ર લાખ ૬પ હજાર ૩૪૩ની ખનીજ ચોરી થયાની ફરિયાદ સાત શખ્સો સામે તાલુકા પોલીસમાં નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે ભુસ્તર વિભાગ અને ખનીજ ખાતાનાં રોયલ્ટી ઈન્સ્પેકટર હીરેનકુમાર પ્રવિણભાઈ સંડેરા (ઉ.વ.ર૭)એ આ કામના આરોપી જીગ્નેશભાઈ કાંતીભાઈ ગજેરા(માખીયાળા), લખમણભાઈ મેરૂભાઈ ખુંટી (પોરબંદર), ઈમરાન હુશેનભાઈ સીડા (ગલીયાવડ), વીજયદાશ અનસુખભાઈ દાણીધારીયા (જૂનાગઢ), દુધાત્રા ધીરજભાઈ રામજીભાઈ (માખીયાળા), દેવશીભાઈ વજશીભાઈ કરમુર (મધુરમ ટીંબાવાડી- જૂનાગઢ), નિલેશભાઈ વજશીભાઈ પીઠીયા (દોલતપરા) જૂનાગઢવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ સાથે મળી ઝાલણસર ગામના સર્વે નં.પ૪ (જુ.ના.સ.નં.૧૭૭) ની સરકારી ગૌચર જમીનમાં ૭ર,પ૦૦ મે.ટન સાદી માટી ખનીજનું બિન અધિકૃત રીતે બે ડમ્પર (૧) ડમ્પર જીજે-ર૬-ટી- ૪૩૧૯ (ર) ડમ્પર જીજે-૦૭-વીડબલ્યુ ૬૪૭૧ તથા એક ટ્રેકટર જીજે-૦૯-૮પ૧૬ તથા એક હિટાચી મશીન દ્વારા ખનન કરી રૂા.૧,૮ર,૬પ,૩૪૩/- (શબ્દમાં રૂા.એક કરોડ ૮ર લાખ ૬પ હજાર ૩૪૩ પુરા)ની કિંમતની સરકારી મિલકતની ચોરી કર્યાની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ પીએસઆઈ એસ.એન. સગારકા તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!