વેપારી મીઠાઈની તારીખ બદલાવી ગ્રાહકોને છેતરશે ? કે સરકારને છેતરશે ? લોકોમાં ઉઠેલો પ્રશ્ન

0

ગુજરાત રાજય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી મીઠાઈના વેંચાણ ઉપર મેન્યુફેક્રચર ડેટ લખવી ફરજીયાત બનાવી છે. ત્યારે ચોકી અને થાલામાં ભરીને મીઠાઈ વેંચતા વેપારીઓને થાલા ઉપર મીઠાઈ બનાવ્યાની તારીખ લખવી પણ ફરજીયાત કરવામાં આવી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે હવેથી મીઠાઈના વેપારીઓને પોતાની દુકાનમાં રહેલ મીઠાઈના થાલા તેમજ ચોકીઓમાં દરરોજ બોર્ડમાં તારીખ ફેરવવી પડશે અથવા દરરોજ બોર્ડ ફેરવવું પડશે. પરીણામે પહેલા હતી તેવી સ્થિતિનું સર્જન થયું છે કારણ કે આ નિયમની છટકબારીના કારણે લોકોને ફરી વખત વાસી મીઠાઈ ખાયને બીમાર પડવાનો વારો આવશે. સરકાર દ્વારા મીઠાઈના વેંચાણ ઉપર એક્સપાયરી ડેટ લખવી ફરજીયાત બનાવી છે. આ નીયમનું પાલન મીઠાઈના મોટા વેપારીઓ તેમજ ડેરીવાળાઓ અવશ્ય કરશે કારણ કે આ લોકો પોતાના બ્રાન્ડના બોક્સ બનાવી મીઠાઈનું વેંચાણ કરતા હોય છે પરીણામે બોક્સ ઉપર મેન્યુફેકચર ડેટ લખવી શક્ય છે. પરંતુ નાના મીઠાઈના વેપારીઓ તેમજ ડેરીવાળાઓ કે જેની સંખ્યા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢમાં વધુ છે. ગુજરાતનાં દરેક શહેરો ગ્રામ્ય પંથકમાં મિઠાઈઓ બને છે તેઓ મીઠાઈના મેન્યુફેકચર વાળાઓ પાસેથી મીઠાઈની ખરીદી કરતા હોય છે. તેમજ જલેબી, બુંદી, સાટા, સહિતની મીઠાઈ જાતે બનાવી થાલાઓમાં રાખતા હોય છે પરીણામે આ પ્રકારની મીઠાઈના વેંચાણ માટે થાલા તેમજ ચોકીઓમાં મેન્યુફેકચર ડેટ લખેલું બોર્ડ મુકવું તેવો નિયમ બનાવવામાં આવ્યો છે જેનો ગેરલાભ વેપારીઓ લેશે તેવું લાગી રહ્યું છે. રાજકોટના મીઠાઈના વેપારીઓ તેમજ ડેરીવાળાઓ મીઠાઈની ફેક્ટરીઓમાંથી હોલસેલ ભાવે ખરીદી કરતા હોય છે. આ પ્રકારની મીઠાઈ ચોકીઓમાં આવતી હોય ફેક્ટરીઓ વાળા ચોકી ઉપર મેન્યુફેકચર ડેટ લખી આપશે પરંતુ દુકાનમાં મીઠાઈ આવ્યા બાદ કેટલા દિવસે આ મીઠાઈ વેંચાશે તે નક્કી હોતું નથી. પરીણામે મેન્યુફેકચર ડેટ મુજબ વેંચાણ કરવું અશક્ય હોય છે. કારણ કે ગ્રાહક ડેટ વાચ્યા બાદ વધુ દિવસો જુની મીઠાઈ હશે તેવું જણાશે તો ખરીદી કરશે નહી. પરીણામે નિયમમાં રહેલ છટકબારીનો ઉપયોગ કરી વેપારીઓ દરરોજ મીઠાઈ ઉપર લગાવવામાં આવેલ બોર્ડમાં છેડછાડ કરી નવી ડેટ લખશે તેવું લાગી રહ્યું છે. મીઠાઈના નિયમોની અમલવારી માટે ફુડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ દરેક મીઠાઈના ઉત્પાદકોને મીઠાઈ બનાવ્યાની ડેટ ચોકી અથવા થાલા ઉપર લખવી તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. જયારે છુટક વેંચાણ કરતા મીઠાઈના વેપારીઓ કે જેઓ છાપાની રદી પસ્તીમાં અથવા અન્ય કાગળમાં મીઠાઈ પેક કરીને વેચી રહયા છે તેમણે પણ પોતે બનાવેલ મીઠાઈ ઉપર મેન્યુફેકચર ડેટ લખવી તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. હાલ ફક્ત સૂચનાઓ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે કે નહીં તે માટે આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સરકારના નિયમ મુજબ કસુરવાર થયે રૂા.૨ લાખ સુધીના દંડ ફટકારવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મીઠાઈ ઉપર મેન્યુફેક્ચર ડેટ લખવી તે પ્રકારનો નિયમ અમલી બનાવ્યો છે ત્યારે ચોકીઓમાં તેમજ થાલામાં વેંચવામાં આવતી મીઠાઈ ઉપર મેન્યુફેકચર ડેટનું બોર્ડ મુકી શકાય છે પરંતુ લીક્વીડ ફોમમાં વેંચાતી મીઠાઈમાં આ નિયમની અમલવારી કેમ કરવી તે પ્રશ્ને વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે રબડી, બાસુંદી સહિતની મીઠાઈઓ મોટેભાગે તેમના વાસણમાં આપવામાં આવતી હોય છે. આથી વેપારીને ત્યાં રહેલ લીક્વીડ મીઠાઈનો ડબ્બો ખાલી થાય ત્યારે જુની મીઠાઈ પણ ડબ્બામાં ભરીને લોકોને વેંચવામાં આવશે આથી સરકારના નિયમોનું સચોટ રીતે પાલન થશે કે નહીં તેવી પણ ચર્ચા જાગી છે. કાયદાઓ તો બને છે પરંતુ પ્રેકટીકલી કેટલા અસરકારક છે તેનાં માટે ગુજરાત સરકારે કાયદો બનાવતા પહેલા તેની છટકબારીઓ બંધ કરવી જરૂરી છે. તો જ કાયદાને શુધ્ધ હેતુ સરશે અને કાયદો અમલમાં સફળ બનશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!