રાષ્ટ્્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની આજે સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે પણ રાજકીય પક્ષો દ્વારા ભાવાંજલિનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ત્યારે આજે એક બાબત ખાસ યાદ આવે છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાના દેશ વાસીઓને જયાં સુધી પુરા વસ્ત્ર મળે નહીં ત્યાં સુધી પોતે જીવનભર પોતડી પહેરવાના પ્રતિજ્ઞા લીધી હતી. અને જે જીવનભર નિભાવી હતી. આજનાં ગાંધી જયંતિના પવિત્ર દિવસે કહેવાતા નેતાઓએ સંકલ્પ લેવો જાેઈએ કે જયાં સુધી જૂનાગઢ શહેરની જનતાને પુરતી સુખ – સુવિધા નહીં આપીએ ત્યાં સુધી ઓફિસે આવશું તો પણ પદયાત્રા કરીને જ આવશું. ! આજે ગાંધી જયંતિનાં દિવસે જૂનાગઢનાં નેતાઓ પદાધિકારીઓને જનતાનો એક જ સવાલ છે. કયારે જૂનાગઢ શહેરમાં સારા રસ્તા બનશે. અને તેની રાહ જાેઈ રહી છે. ચોમાસાના દિવસો પણ પુરા થઈ ગયા છે. ત્યારે હવે ઝડપભેર રસ્તાની કામગીરી હાથ ધરવાની માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢમાં છેલ્લા ૧પ દિવસથી વરસાદનો વિરામ છે. તેમ છતાં હજુ બિસ્માર રસ્તા ઉપરના ખાડા અને તેમાંથી ઉડતી ધુળની ડમરીથી રાહદારીઓ – વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. પરંતુ મનપાના સતાધીશોને કોઈ દરકાર ન હોય તેવી સ્થિતિ છે. જૂનાગઢમાં છેલ્લા ૧પ દિવસથી વરસાદે વિરામ લીધો છે. મનપા દ્વારા રસ્તાના કામ માટે ગ્રાન્ટ મંજુર કરી દીધી છે. પરંતુ હજુ બીસ્માર રસ્તાના કામ શરૂ થવાના એંધાણ નથી. થોડા દિવસ પહેલા જૂનાગઢના વિશ્વકર્માનગર નજીક નેશનલ હાઈવેના રીપેરીંગ કામનું મનપાના સતાધીશોના ખાતમુર્હુત કર્યુ હતું. પરંતુ મનપા હસ્તકન રસ્તાના કામ શરૂ કર્યા નથી. હાલ જૂનાગઢ શહેરના તમામ મુખ્ય રસ્તા ઉપર ખાડા છે અને વાહન પસાર થાય ત્યારે તેમાંથી ધુળની ડમરી ઉડે છે. તેનાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. છતાં મનપાના સતાધીશોને પ્રજાજનોને પડતી મુશ્કેલી અંગે કોઈ દરકાર હોય તેમ જણાતું નથી. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા ગામડાઓને જાેડતા જીલ્લા પંચાયતનાં રસ્તાના કામ શરૂ થઈ ગયા છે. પરંતુ જૂનાગઢ મહાપાલિકા વિસ્તારમાં હજુ રસ્તાના કામ કયારે શરૂ થશે તે નકકી નથી. હવે જયારે રસ્તા બંને ત્યારે તેની ગુણવતા મુજબના બંને તેમજ ત્યાં કોન્ટ્રાકટરનું નામ, તારીખ અને ગેરંટી અંગેની વિગત પણ લખવામાં આવે જેથી પ્રજાજનોને રસ્તો કોણે બનાવ્યો અને કેટલા વર્ષ ટકયો ?. તેસહિતની વિગતો દર્શાવી જાેઈએ. દરમ્યાન એક જાગૃત નાગરીકે તો ત્યાં સુધી જનતાનો અવાજ વ્યકત કર્યો છે કે જે નેતાઓ, પદાધિકારીઓ કે અગ્રણીઓ શહેરનાં રસ્તાઓના કામનાં ઉદઘાટનના કાર્યક્રમમાં હાજર હોય તે તમામને રસ્તાઓ તુટે તો જવાબદાર ગણવા જાેઈએ. રસ્તાઓ જાે પાંચ થી સાત વર્ષ સુધીમાં તુટી જાય તો તેના વિરૂધ્ધ કાયદેસરનાં પગલા આ નેતાઓ સામે લેવાની પણ માંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews