જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી હોય તેમ રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે. દરમ્યાન કોરોના હોવાના વહેમને લઈ માળીયા હાટીનાના જલંધર ગામે આપઘાત કરી લેવાનો એક બનાવ નોંધાયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા હતા અને ૩૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૬૩ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૧રપ૩ ઘરોમાં ૪૯૬૩ લોકો વસવાટ કરી રહેલ છે.
દરમ્યાન માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે એક પૌઢે તેને કોરોના હોવાના વહેમને લઈ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગેની વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના જલંધર ગામના હરેશભાઈ કરશનભાઈ માઢક (ઉ.વ.પ૪) નામના પ્રૌઢને સારણગાંઠની તકલીફ હોય તેઓએ ડોકટરને બતાવતાં હાલની સ્થિતિમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા કહેલ જેથી હરેશભાઈ કરશનભાઈ માઢકને મનમાં કોરોના હોવાનો વહેમ હોય ચારેક દિવસથી ઉદાસ રહેતા હતા અને તા. ૩૦-૯-ર૦ના રોજ હરેશભાઈ કરશનભાઈ માઢકે ઝેરી ટીકડા ખાઈ લેતાં તેમનું મૃત્યું થયું હતું. આ અંગે તેમના પુત્ર સંજયભાઈ માઢકે માળીયા હાટીના પોલીસને જાણ કરતાં હેડ કોન્સ. ડી.જે. સીસોદીયાએ તપાસ હાથ ધરી છે.
નોંધાયેલ કેસો
જૂનાગઢ શહેર-૧૫, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૨, માળીયા-૨, માણાવદર-૦, મેંદરડા-૦, માંગરોળ-૨, વંથલી-૦, વિસાવદર-૨ મળી કોરોનાના કુલ ૩૪ કેસ નોંધાયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews