ઉના નગરપાલિકાના અધિકારીઓની ધૃષ્ટરાષ્ટ્ર નિતિરીનના કારણે ઉનાના ૮૦ ફૂટ રીંગરોડ ઉપર રેવન્યુ સર્વે નં.૭૪ સપ્લોટ ૪/૫ ઉપર સૂચિત સાંઈ કોમ્પલેક્ષ સરકાર અને નગરપાલિકાના નિતિનિયમો નેવે મૂકી કોમ્પલેક્ષ બંધાયેલ છે. નગરપાલિકા ઉનામાં એનઓસી માટે રજુ કરેલ પ્લાનમાં ત્રણ માળની ઈમારત, પાર્કીંગની જગ્યા સહીત દર્શાવેલ છે જે પ્લાનની મંજુરી મળતા થયેલા બાંધકામમાં પ્લાનનો ઉલાળીયો કરી દર્શાવેલ પાર્કીંગની જગ્યામાં બાંધકામ કરી ત્રણના બદલે ચાર માળનું બાંધકામ કરી નાખેલ છે. ઉપરોક્ત સૂચિત સાંઈ કોમ્પલેક્ષના ચાલુ બાંધકામ સમયે અમોયે તા.૨૭ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ લેખિતમાં વાંધા અરજી ઉના નગરપાલિકા ઈન્વર્ડ નં.૨૪૪૭, તા.૨૮/૮/૨૦૧૯ કરવામાં આવેલ હતી જે રજૂઆત પરત્વે આપની કક્ષાએથી બાંધકામ રોકવાની કાર્યવાહી થયેલ ન હોય તેમજ ઉના નગરપાલિકા દ્વારા પણ ગેરકાયદે બાંધકામ સામે આંખ મીંચામણા કરવાના કારણે સાંઈ કોપ્લેક્ષના બાંધકામમાં અનેક ક્ષતીઓ રાખી દેવાતા ત્રણની જગ્યાએ ચારમાળ ચણી લેવાતા કોમ્પલેક્ષમાં મકાન-દુકાન રાખનાર અને ગ્રાહકો સાથે છેતરપીંડી થવાનો ભય, રાહદારીઓ ઉપર જોખમ ઉભું થયું હોય ઉપરોક્ત ગેરકાયદે કોમ્પલેક્ષની દુકાનો-ઓફિસોનું વેચાણ બંધ કરવા અને થયેલું વેંચાણ રદ કરવા તેમજ ગેરકાયદે બાંધકામ દુર કરવા ઉના પ્રાંત અધિકારી અને ઉના નગરપાલિકા તેમજ ઉચ્ચ કક્ષાએ ભીખુભાઈ બાટા વાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews