સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં ચાલતી લાલીયાવાડી ઃ અનુભવી લાયક ઉમેદવારોને પડતા મુકાયા

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં ભલામણ પૂરબહારમાં ખીલી હોય તેવું જણાઈ રહે છે. પત્રકારત્વ ભવનમાં એક અનુભવી અને નેશનલ એલીબીજીલીટી ટેસ્ટ પાસ કરી છે તેવા બે ઉમેદવારને બદલે જેમનો પીએચડીનો વાયવા હજુ બાકી છે તેવા ઉમેદવારની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભરતી કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં બે આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટેના વોક ઈન ઈન્ટરવ્યુમાં ભવનના બહોળો અનુભવ ધરાવતા યશવંત હિરાણી અને પાંચ વર્ષના ટીચીંગના અનુભવ સાથે આઈએસબીએન નંબરવાળી બુક પબ્લીકેશન ઈન્ટરનેશનલ જર્નલમાં ૭ રિસર્ચ પેપર પબ્લીશ થયા છે તેવા તૃપ્તિબેન વ્યાસ, એમજેએમસીમાં ૬૩.૯ ટકા એટલે કે પપ ટકા ઉપરના ૮.૯ માર્ક, ૪ રિસર્ચ પેપર, ૪ સેમિનાર મળી એકેડેમીકનાં ૧૬.૯ માર્ક ધરાવતા અને નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ(એનઈટી) પાસ ધીરેન મકવાણા, ગુજરાત વિદ્યાપીઠમાં એનઈટી પાસ અને રિસર્ચ પેપર પબ્લીશ થયા છે તેવા મનોજ પટેલને પડતા મુકી પીએચડીનો વાયવા પણ જેમનો બાકી છે તેવા જીતેન્દ્ર રાદડીયાની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી થતાં વિવાદ સર્જાયો છે. સાથે જ અધ્યાપક યશવંત હિરાણીને યથાવત રખાયા હતા.
આ ઉપરાંત ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં ત્રણ ઉમેદવારે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ઉપર ભરતી માટે ઈન્ટરવ્યુ આપ્યા હતા જેમાં કુલપતિના પ્રતિનિધિ તરીકે સંજય મુખર્જી, ડિપાર્ટમેન્ટ હેડ અને એકસપર્ટને એક પણ ઉમેદવાર લાયક ન જણાતાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા ખાલી રાખવી પડી હતી. સાથે જ નેનો સાયન્સ ભવનમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદ થયેલા ચિરાગ સાવલીયાએ હેડ કુબેરકરના માર્ગદર્શન હેઠળ પીએચડી કરેલ છે. જયારે એક ભાજપના સિન્ડિકેટ સભ્ય સાથે એક પ્રોજેકટમાં પણ જાેડાયેલા હોવાનું જાણવા મળેલ છે.
ઈન્ટરવ્યુ દરમ્યાન વરણી સમિતિના સભ્યે કહ્યું‘વીસીને પુછીને માર્કસ મૂકું’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેના ઈન્ટરવ્યુ હતા જેમાં વરણી સમિતિના એક સિનિયર સભ્યને પુછાયું હતું કે, ઉમેદવારનાં માર્કસ મુકો ત્યારે તેઓએ જવાબ આપ્યો હતો કે ‘કુલપતિને પુછીને માર્કસ મુકું’ જેનાથી પણ વિવાદ સર્જાયા બાદ મામલો થાળે પડયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!