જૂનાગઢ તાલુકાનાં ડેરવાણ ગામે આરોપીને પકડવા જતાં પોલીસની ફરજમાં રૂકાવટ અંગે નવ સામે ફરીયાદ નોંધાવી છે. આ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર ડેરવાણ ગામે પ્રાથમિક શાળા પાસે બનેલા બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનનાં હે.કો. રામભાઈ મૈસુરભાઈએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી જશુ ગંભીરભાઈ ભાટી, દળુ ગંભીર ભાટી, રેખાબેન દળુભાઈ, રણવીર કનુભાઈ ભાટી, ઉદી રૂખડ ભાટી, શકતિસિંહ ધરમભાઈ ભાટી, જયવંતસિંહ ઉદીભાઈ ભાટી, બાવલીબેન ઉર્ફે ક્રિષ્નાબેન ધરમ પાતુભાઈ ભાટી, જુવાનસિંહ અભુભાઈ ભાટી રહેવાસી તમામ ડેરવાણવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તમામ આરોપીઓએ પોતે આરોપી જશુ ભાટીને પોલીસે અટક કરવાનો હોવાનું જાણવા છતા પોતાની ધરપકડ ટાળવા સારૂ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારીઓને ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી જશુ ગંભીર ભાટીને પોલીસનાં હવાલામાંથી નસાડી દઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એન.એસ. સગારકા ચલાવી રહયા છે.