જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા ૫ાસેની જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા આરતી યોજાશે

0

જૂનાગઢનાં સુખનાથ ચોક વિસ્તારમાં નરસિંહ મહેતા ચોરા ખાતે દર વર્ષે જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની હિન્દુ-મુસ્લીમ સમાજનાં લોકોની ઉપસ્થિતિમાં કોમી એકતાથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી પ્રાચીન ગરબીનો કાર્યક્રમ મોકુફ રાખવા આવશે તેમ સુખનાથ ચોક નરસિંહ મહેતા ચોરા ખાતે જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ પ્રમુખ પ્રવિણભાઈ છોટાલાલ ચાવડાની યાદીમાં જણાવાયું છે કે, તાજેતરમાં સરકારના પ્રવર્તમાન નિયમો અને ગાઈડલાઈન મુજબ આગામી નવરાત્રી દરમ્યાન શુકન સાચવવામાં આવશે.
તા. ૧૭-૧૦-ર૦ થી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નરસિંહ મહેતા ચોરા ખાતે છેલ્લા ૬૦ વર્ષથી નવરાત્રીનું સુંદર આયોજન કરાય છે અને આયોજકો દ્વારા અમીર, ગરીબનો કોઈ ભેદભાવ રાખ્યા વગર આશરે ૭૦ થી ૭પ બાળાઓ થકી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.  ગરબીની બાળાઓને સુખનાથ ચોક વિસ્તારના રહેવાસીઓ તેમજ લોકોનો સાથ, સહકાર મળતો રહે છે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધી ન જાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ ન શકે તો અન્ય વ્યક્તિ કોરોનાની મહામારીનો ભોગ બની શકે છે તે બાબતનું ધ્યાન રાખી આગામી નવરાત્રી દરમ્યાન ગરબીનું આયોજન મોકુફ રાખવામાં આવેલ છે. નરસિંહ મહેતા ચોરા ખાતે નવરાત્રી દરમ્યાન માતાજીની ફકત આરતી માટે ઉપસ્થિત ભાવિકો દ્વારા માં જગદંબા પાસે જગતના કલ્યાણ અર્થે અને ભારત દેશ રોગમુકત બને તે માટે પ્રાર્થના, આરાધના કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરસિંહ મહેતા ચોરા પાસેની જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટની સ્થાપનાની છોટાલાલ ડુંગરશી ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને માતાજીની પરંપરાગત રીતે આરાધના માટેના પર્વને સંપૂર્ણ ભારતીય પરંપરા અનુસાર દર વર્ષે મનાવવામાં આવે છે. કોરોનાના સંકટ વચ્ચે આ વખતે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ કાર્યક્રમ યોજાશે તેમ યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!