હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડૂતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મોટી ઘંસારી ગામની સિમમાં હરિસિંહ રાયજાદાના ખેતરમાં નીલગાયે બચ્ચાને જન્મ આપ્યા બાદ અન્ય વિસ્તારમાં જતા રહેતાં ખેતરમાં રહેલું એકલું નિરાધાર બચ્ચું ખેડૂતના ધ્યાને આવતાં બચ્ચાને ખેતરમાંથી પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં સલામત રાખી દૂધ પીવડાવી માવજત કરવામાં આવી હતી. બે દિવસ સુધી નીલગાય તેમના વિખુટા પડેલ બચ્ચા પાસે ન આવતાં ખેડૂતે વન વિભાગને જાણ કરતા વનપાલ વી.કે.સામળા મોટીઘંસારી હરિસિંહ રાયજાદાના ખેતરેથી નીલગાયનું બચ્ચું લઈ જઈ પ્રાથમિક સારવાર માટે મોકલેલ હતું. જયાંથી પ્રાથમિક સારવાર બાદ સ્થાનિક જંગલમાં રાખવામાં આવશે તેમ છતાં બચ્ચાને તેમની માતા સાથે મિલન નહી થાય તો પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવનાર હોવાનું વનપાલ વી. કે. સામળાએ જણાવ્યું હતું.
ખેડૂતોના ચોમાસુ તથા શિયાળુ ખેત પેદાશોમાં નીલગાય ભુંડ સહીતના જંગલી પ્રાણીઓ નુકશાન પણ પહોંચાડતા દિવસ-રાત રખોપું કરતા હોય છે. છતાં પણ નિરાધાર નિલગાયના બચ્ચાને ખેડૂત દ્વારા રહેવાની દૂધની વ્યવસ્થા સાથે માવજત કરી વન વિભાગને સોંપી માનવતા દાખવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews