જૂનાગઢ : શનિવાર સુધીમાં ટેસ્ટીંગ થયા બાદ ગિરનાર રોપવે કાર્યરત કરાશે

પ્રવાસીઓને સુવિધા માટે જૂનાગઢની મહત્વાકાંક્ષી ગિરનાર રોપવે યોજના પૂર્ણતાને આરે છે. રોપવેના ટેસ્ટીંગ માટેની નિષ્ણાંતોની બીજી ટીમ આવ્યા બાદ રોપવે શરૂ કરવા અંગેનો નિર્ણય કરાશે. આ અંગે ઉષા બ્રેકોના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ચલાવાઈ રહેલી ટ્રોલીનો વિડીયો વાઈરલ થઈ રહેલ છે પરંતુ આ ટ્રોલીનું હજુ ટેસ્ટીંગ થયેલ નથી. મોટા પ્રોજેકટમાં ઈલેકટ્રીક, મિકેનીકલ વગેરે કામગીરી માટે નિષ્ણાંતોની અલગ અલગ ટીમ કાર્યરત હોય છે. હાલ ઓસ્ટ્રીયાની ટીમ સિગ્નલ, કેબલ સહિતની કામગીરી કરી રહી છે અને તેના માટે ટ્રોલી ચલાવાઈ રહી છે. ટ્રોલીના ટેસ્ટીંગ માટે ઓસ્ટ્રીયાની બીજી એક ટીમ આવશે જે શનિવાર સુધીમાં આવે તેવી શકયતા છે. બીજી ટીમના નિષ્ણાંતો દ્વારા રપ ટ્રોલીનું ટેસ્ટીંગ કરાયા બાદ રોપવે પ્રોજેકટ શરૂ કરવાનો અંતિમ નિર્ણય લેવાશે.
વિશ્વનાં અનેક ખુણેથી પ્રવાસીઓ ગિરનારનાં દર્શન માટે આવે છે ત્યારે રોપ-વેની કામગીરી પૂર્ણ થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!