માળીયાનાં અમરાપુરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીની હોળી કરી

0

માળીયા હાટીના અમરાપુર ગામે પાછોતરા ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાકની હોળી કરી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે ખેડૂત હરજીભાઈ ભાણજીભાઇ પાથરે પાછોતરા ભારે વરસાદ પડવાના કારણે પોતાના ૧૨ વીઘાના ખેતરમાં વાવેલ મગફળીનો પાક સડી જવાના કારણે નિષ્ફળ જતા પાકની હોળી કરી અને રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂત હરજીભાઈ પાથરના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, આ વર્ષે ફરી પડતાં ઉપર પાટું પડતાં ભારે વરસાદના કારણે બાર વિઘાના વાવેલ મગફળીનો પાક સડી જતા પશુધનને ખવડાવવા માટે ચારો સડી જતા પાકને સળગાવી નાખ્યો હતો. ખેડૂત હરજી ભાઇના પરિવારમાં પરિવારના ૧૦ સભ્યો પાક નિષ્ફળ જવાને કારણે નોંધારા બની ગયા છે. તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમજ શિયાળુ પાકનું વાવેતર કરવા માટે તેમની પાસે સગવડતા ન હોવાને કારણે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને વિશેષ પેકેજ દ્વારા સહાય કરવામાં આવશે તો ખેડૂતો ફરીથી શિયાળુ પાકનું વાવેતર પણ કરી શકશે હાલ તો સરકાર પાસે સહાયની રાહ જોઈ ખેડૂતો ઘરે બેસી ગયા છે. અને આર્થિક સંકટમાં ફસાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!