૫૦ વર્ષની મહિલા સાથેનાં પ્રેમાંધ પુત્રએ બેફામ માર મારી માતાની હત્યા કરી નાંખી

0

અમદાવાદના અસારવામાં એક પુત્રએ માતાને માર માર્યો અને માર પણ કેટલી હદે માર માર્યો માનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું, પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. વિગત મુજબ પુત્રને કોઇ ૫૦ વર્ષની મહિલા સાથેના પ્રેમ સંબંધનો માતાએ વિરોધ કર્યો હોવાથી પુત્ર દ્વારા માતાને માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જો કે, પુત્રએ માતા બાઈક ઉપરથી નીચે પડી ગઈ હોવાનો સ્ટંટ કર્યો હતો. પોલીસે આ આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે. માતાનાં હત્યાનાં આરોપી ૨૭ વર્ષીય આશીષ રાણા વિરૂધ્ધ તેની બહેને ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ રવિવારની રાત્રે ૬૫ વર્ષીય જમનાબેન રાણા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. આશીષ રાણાએ બાઈક લઈને તેની બહેન પાયલના ઘરે પહોચ્યો હતો અને માતા બાઈક ઉપરથી નીચે પટકાયા હોવાનું કહ્યું હતંુ. પાયલ માતાની પાસે પહોંચી ત્યારે જમનાબેનના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું. બહેનને પોતાના ભાઈ ઉપર શંકા જતા તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે સારવાર દરમ્યાન માતા જમનાબેનનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષની ધરપકડ કરી છે. અન્ય સ્ત્રીના ચક્કરમાં એક પુત્રએ પોતાની જનેતાની હત્યા કરી હોવાના આ કિસ્સામાં પોલીસ પણ મુંઝવણમાં છે. કારણ કે હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. જેથી મહિલાના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમાં પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પુત્રએ માતાની હત્યા કરી હોવાના કેસમાં એક ૫૦ વર્ષની મહિલા સુનિતાનું નામ સામે આવી રહ્યુ છે. ૨૭ વર્ષનાં આશિષનું આ મહિલા સાથે પ્રેમસંબંધ હતો. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુઃખી હતી અને તેઓ આશિષને સંબંધ ખત્મ કરવા ઠપકો આપી રહ્યા હતા. જેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેન કરી રહી છે. જયારે આશિષ તો માતા બાઈક ઉપરથી નીચે પટકાઈ હોવાનું રટણ ચાલું જ રાખ્યુ છે. પણ સવાલ એ થાય છે કે આશિષ રાત્રે ૩ વાગે તેની માતાને બાઈક ઉપર લઈને કયાં જઈ રહ્યો હતો. આ ઉપરાંત જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે. એક બહેન ભાઈએ માતાની હત્યા કરી હોવાનો આરોપ લગાવે છે જયારે બીજી બહેન ભાઈ નિર્દોષ હોવાનું કહીને સુનિતા ઉપર આક્ષેપ કરી રહી છે. આ આક્ષેપો અને વિવાદો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!