ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનાં સ્વાસ્થ્ય માટે સોમનાથ મંદિરે પૂજનવિધી યોજાઈ

સોમનાથનાં કોંગ્રેસી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને કોરોના પોઝોટીવ આવતા વેરાવળ શહેર કોંગ્રેસ અને કાર્યકરોએ પ્રભાસ-પાટણનાં જૂના સોમનાથ મંદિરે ઓનલાઈન પૂજાવિધી પ્રભાસનાં બ્રાહ્મણ પંડિત હર્ષલ ઋષીનાં હસ્તે પવિત્ર મંત્રોચ્ચાર સાથે મહામૃત્યુંજય જપ અને ઝડપથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તથા તેમનું સારૂ આરોગ્ય બને તેવી પ્રાર્થના કરી હતી. શહેર કોંગ્રેસનાં પ્રમુખ દિનેશ રાયઠઠ્ઠા તથા કાર્યકરોએ પૂજાવિધીમાં ભાગ લીધો અને સમગ્ર પૂજા ધારાસભ્ય વિમલભાઈનાં ધર્મપત્નીને આ પૂજા ઓનલાઈન સંકલ્પથી દર્શાવી સોૈએ ધારાસભ્યની આરોગ્ય માટે પ્રાર્થના કરી અને નવા સોમનાથ મહાદેવ મંદિરે સોૈએ દર્શન કર્યા અને વેરાવળ-જૂનાગઢ જ નહી સમગ્ર ભારત-વિશ્વમાંથી કોરોના નાબુદ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થનાઓ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!