કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં નજીવા ખર્ચેમાં એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન આવવામાં આવતા હતા. આ યોજનાનો લાભ બીપીએલની મહિલાઓને મળતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. ત્યારે સરકાર દ્વારા આ યોજના ૩૦ સપ્ટેમ્બરનાં રોજ સમાપ્ત કરી દેવામાં આવી છે. તો બીજી ગેસ કનેક્શન ધારકોને મળતી સબસિડી પણ મે મહિનાથી બંધ કરવામાં આવેલ છે. ત્યારે આ અંગે ઉનાનાં યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓનલાઇન રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ ૨૦૧૬માં ચાલું કરવામાં આવી હતી. તેમાં બીપીએલ પરિવારોની મહિલા લાભાર્થીઓને નિઃશુલ્ક એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવતા હતા જે યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ૩૦ સપ્ટેમ્બર મહિનામાં બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન ધારકોને મળતી સબસિડી પણ મે મહિનાથી બંધ કરવામાં આવી છે. જેના કારણે ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને ગેસ સિલિન્ડર મોંઘા પડી રહ્યા છે. હાલ કોરોના વાયરસ મહામારી અને આર્થિક મંદીનાં સમયમાં આજકાલ આ પરિવારોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઇ ગયું છે. બીજી તરફ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બંધ થવાથી ગરીબ અને સામાન્ય વર્ગનાં પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન લેવું પણ મુશ્કેલ છે. નવા ગેસ કનેક્શન લેવા માટે ૬ થી ૭ હજાર જેવો ખર્ચ થાય છે એટલો ખર્ચ કરવો આવાં પરિવારો માટે મુશ્કેલ છે. ત્યારે એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન ધારકોની બંધ થયેલી સબસિડી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે અને જે પરિવારોનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની યાદીમાં ન હોતું એવા જરૂરીયાતમંદ પરિવારોને નિઃશુલ્ક એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન મળી રહે તે માટે આ યોજના ફરી ચાલું કરવામાં આવે તેમજ સબસિડી પણ ચાલું રાખવા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews