સોમનાથમાં વધારે પેસેન્જર બેસાડેલ પાંચ વાહનનાં માલીકો સામે કાર્યવાહી કરાઈ

0

વર્તમાન કોરોના વાયરસની મહામારીમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવા અને સંક્રમણ ન ફેલાય તે માટે ગીર-સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયેલ હોય જે અંગે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ કરાતા બે રીક્ષા તથા ત્રણ છોટા હાથી સહીત પાંચ વાહનોમાં વધુ પેસેન્જરો ભરેલ હોવાથી તમામ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધેલ છે. હાલની કોરોના વાયરસની પરીસ્થિતીને ધ્યાને રાખી સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ ન થાય તે હેતુથી ગીર-સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી રીક્ષામાં ડ્રાઇવર તથા તેની પાછળની સીટ ઉપર બે વ્યકિત તેમજ ફોર વ્હીલર વાહનોમાં ડ્રાઇવર તેમજ પાછળની સીટ ઉપર ત્રણ અને છ વ્યકિતની ક્ષમતાવાળા વાહનમાં ચાર વ્યકિતની અવર-જવર કરવા જણાવેલ હોય તે અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.જે. કડછા, ડી.આર. બામણીયા, મહેન્દ્રભાઇ, પ્રવિણભાઇ સહીતના સ્ટાફે ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન શિવ પોલીસ ચોકી પાસે વાહનોની ચેકીંગની કામગીરી કરી રહેલ જેમાં (૧) છોટા હાથી નં. જી.જે. ૩ર ટી. ૪૩૮પ માં ૧૮ પેસેન્જર બેસાડેલ હોય (ર) છોટા હાથી નં. જી.જે. ૧૧ ઝેડ. ૭૭૧૬ માં ૧ર પેસેન્જરો બેસાડેલ હોય (૩) છોટા હાથી નં. જી.જે. ૩ર ટી. ૪૦રપ માં ૧૩ પેસેન્જરો બેસાડેલ હોય અને (૧) રીક્ષા નં. જી.જે. ૩ર યુ. ૦૭ર૩ માં સાત અને (ર) રીક્ષા નં. જી.જે. ર૦ ડબલ્યુ. ૩ર૮૦ માં આઠ પેસેન્જરો બેસાડેલ હોવાથી આ પાચેય વાહન ચાલકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!