વેરાવળનાં સીટી પીઆઇ ડી.ડી. પરમારનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પીએસઆઇ એ.કે. ખુમાણ સ્ટાફના દેવદાનભાઇ, નટુભા બસીયા, સરતાજભાઇ, મયુર મેપાભાઇ, સુનિલ માંડણભાઇ, અરજણ મેસુરભાઇ સહિતનાઓ પેટ્રોલીંગ કરી રહેલ હતાં દરમ્યાન જલારામનગરમાંથી બે શખ્સોે બાચકુ લઇ જતા હોય જે શંકાસ્પદ જણાતા તેઓને રોકી તપાસ કરી હતી. જેમાં છનુ મનુ સોરઠીયા અને કાળુ કુરજી સોલંકીની પાસે રહેલ બાચકામાંથી ટીન-કોપર વાયરના ફીંડલા નંગ-૧૧ વજન આશરે ૭ કિ.ગ્રા. તથા તણી પાનું મળી આવતા બંન્નેની સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ અટક કરી આગવીઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં બંન્નેએ પ્રથમ ચોરી બે વર્ષ પહેલા ર૦૧૮ની સાલમાં વેરાવળ પાલીકા કચેરીની સામેની ગલીમાંથી કોપરનો ૮૦૦ મીટર વાયર કીં.રૂ.૪૩ હજારની ચોરી કરેલ તેમજ બીજી ચોરી વેરાવળ કોર્ટ બીલ્ડીંગની પાછળના ભાગેની બારી પાસે રહેલ બંધ એ.સી.નું કંમ્પ્રેસરની ચોરી કરેલ હોવાનું બંન્નેએ કબુલાત આપી હતી. આ બંન્ને ઘરફોડ ચોરીના ગુનાઓ વેરાવળ પોલીસમાં અણઉકેલ હતા જે ઉકેલાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews