ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનાં હે.કો. રાણાભાઈ હમીરભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે માર્કેટયાર્ડ રોડ ઉપર રેઈડ દરમ્યાન જાહેરમાં વરલી મટકાનો જુગાર અંગે ૬ શખ્સો સામે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સ્ટેટમોનીટરીંગ સેલનાં હે.કો. રાણાભાઈ હમીરભાઈ અને સ્ટાફે પાડેલા દરોડા દરમ્યાન પકડાયેલા આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પુનાભાઈ મનજીભાઈ ભડાલીયા, પ્રવિણભાઈ ધીરૂભાઈ સોંદરવા, દેવશીભાઈ મેશુરભાઈ બાંભવા, વિજયભાઈ બાબુભાઈ શુકલ, ધર્મેશ વલ્લભભાઈ રાઠોડ વગેરેને ઝડપી લેવામાં આવેલ હતાં. પ્રતાપભાઈ ઉર્ફે પીન્ટુભાઈ કોળી કે જે હાજર મળી આવેલ નથી. આ શખ્સ દ્વારા પુનાભાઈને રાઈટર તરીકે રાખી અને વરલી મટકાનો જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે પાડેલા આ દરોડા દરમ્યાન ૯પ૬૦ની રોકડ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ ર૦૩૬૦નાં રોકડ મુદામાલ જપ્ત કરી અને ૬ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
વધુ એક વરલી મટકાના જુગાર અંગે ધરપકડ
એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ આર.એમ.સોલંકી અને સ્ટાફે દોલતપરા વિસ્તારમાંથી મહેશભાઈ જમનભાઈ સગારકાને જાહેરમાં વરલી મટકાના જુગાર અંગે રૂા.૧ર૧ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews