કેશોદનાં કરેણી ગામે ખેતરમાં ઈલેકટ્રીક શોર્ટ રાખી બેદરકારી રાખી મહિલાનું મોત નિપજાવ્યું

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં કરેણી ગામે રહેતા પ્રવિણભાઈ જીકાભાઈ મકકા (ઉ.વ.૪૦) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કુમનભાઈ ભાણાભાઈ સરવૈયા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાના કબજા ભાગીયાના ખેતરમાં બોર સુધી ઈલેકટ્રીક સર્વિસ પાથરેલ હોય જેને સાંધો ખુલ્લો થઈ ગયેલ હોય જે સાંધો સમુ ન કરી ખુલ્લો રાખી નિષ્કાળજી અને બેદરકારી રાખી શોર્ટ આવતો બંધ ન કરી સાહેદ મરણ જનાર ધાનભાઈબેન જીકાભાઈ મકકા (રહે.કરેણી)વાળાનું નિષ્કાળજી અને બેદરકારી રાખી ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.એસ. ઝાલા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!