ગુજરાત બાર કાઉન્સીલનાં વકીલો વેલ્ફેર ફંડમાં ફાળો આપવામાં ઉદાસીન

ગુજરાતના ૪૩ હજાર વકીલ સભ્યો પૈકી ૧૯ હજાર વકીલોએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ચૂકવી હોવાનું જાણવા મળેલ છે. ગુજરત બાર કાઉન્સીલના વકીલો વેલ્ફેર ફંડમાં ફાળો આપવામાં ઉદાસન જણાય છે. વધુ વિગતો મુજબ ૨૪,૦૦૦ બાકી ધારાશાસ્ત્રીઓએ ફી ભરવાની બાકી છે. બીજી તરફ કોરોના મહામારીના કારણે વકીલોનો મૃત્યુંઆંક મોટા પ્રમાણમાં છે. તેવા સમયે મૃત્યું પામનારા વકીલોના વારસદારને સમયસર મૃત્યુંસહાય ચૂકવી શકાય તે માટે સભ્નેય વકીલોને વહેલીતકે વેલ્ફેર ફંડની૧૫૦૦ રૂપિયાની રીન્યુઅલ ફી ભરી દેવા માટે ગુજરાત બાર કાઉન્સીલએ જાણ કરી છે. ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ ગુજરાતમાં મૃત્યું પામનારા વકીલોના વારસદારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી મૃત્યું સહાય આપવામાં આવે છે. વર્તમાન સમયમાં રૂા.૩,૫૦,૦૦૦ મૃત્યું સહાય ચૂકવવામાં આવે છે. મૃત્યું પામનારા વકીલોના વારસદારોને ચૂકવવાની આ રકમ વેલ્ફેર ફંડની ટિકીટ, મેમ્બરશીપ ફી, તેમની રીન્યુઅલ ફી દ્વારા એકત્રિત કરી ચૂકવવામાં આવે છે. તે સિવાય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો કોઇપણ ફંડનો ઉપયોગ મૃત્યુંસહાયની રકમ ચૂકવવામાં આવતો નથી. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ તથા એકઝીકયુટીવ ચેરમેન ભરત ભગત તથા શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લાંએ જણાવ્યું છે કે ગુજરાતમાં વર્તમાન સમયમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ ઉપર ૮૮,૦૦૦ વકીલો નોંધાયેલા છે. તે પૈકી માત્ર ૪૩,૦૦૦ ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બન્યાં છે. આ યોજનાનો લાભ લેનારા દરેક વકીલ સભ્યએ ૩ ડિસેમ્બર ૨૦૧૯ના ઠરાવ અનુસાર દર વર્ષે ૧૫૦૦ રૂપિયા ફરજિયાત રિન્યુઅલ ફી ભરવાની થાય છે. આ ફી ૧-૯-૨૦૨૦ થી ૩૦-૯-૨૦૨૦ સુધીમાં ભરવાની હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ-૧૯ કોરોનાની મહામારીના કારણે રેગ્યુલર કોર્ટ ચાલું ના હોવાથી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી વકીલોને ૩૦-૧૧-૨૦૨૦ સુધીમાં ભરવા માટે આદેશ કરવામાં આવે છે. આ વેલ્ફેર ફંડની નિયમિત ફી ભરનારા ધારાશાસ્ત્રીના કુંટુંબીજનો સહાય મેળવવાનો હક્કદાર બને છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!