હાથરસની ગેંગરેપ પીડિતાને ન્યાય માટે અમેરિકાના ટાઈમ્સ સ્કવેર ખાતે દેખાવો

0

હાથરસની ગેંગરેપ પીડિતાને ન્યાય અપાવવા અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે દેખાવો યોજાયા હતા. ટાઈમ્સ સ્ક્વેર ઉપરાંત ન્યુયોર્ક, ન્યુ જર્સી, પેન્સિલવેન્યિા અને મિશિગન ખાતે પણ આવા પ્રદર્શનો યોજાયા હતા. એટ્રોસિટિ વિરૂધ્ધ આંબેડકર ઈન્ટરનેશનલ મિશનના બેનર હેઠળ એનઆરઆઈ આંબેડકરિટ્‌સ એકજૂથ થયા હતા અને ન્યાય માટે માંગ કરી હતી. આ સંગઠને માંગણી કરી હતી કે, પીડિતા અને તેના પરિવારને ન્યાય આપવામાં આવે. ઝડપી અને તટસ્થ તપાસ આદરી ગુનેગારોને નસિહત કરવામાં આવે. તેમજ આ ગુનેગારોને બચાવનારા પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગઈકાલે ૫૦ જેટલા લોકોએ ટાઈમ્સ સ્કવેર અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની કચેરી બહાર હાથમાં પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. દેખાવકારોએ પીડિતાને ન્યાય અપાવવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. એક અખબારી યાદીમાં સંગઠને જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરીએ છે કે, તેઓ ભારતમાં દલિતો સામે થતી એટ્રોસિટિની નોંધ લે. યાદીમાં જણાવાયું હતું કે, હાથરસની ક્રૂર ઘટનાથી અને ત્યારબાદ પોલીસ તથા સરકારના વલણથી એનઆરઆઈ દલિત સમુદાય હચમચી ઊઠયું છે. ભારતમાં આ દૂષણના લાંબાગાળાના પરિણામો જાેવા મળ્યા છે, અર્થાત ભારતમાં દલિત સામેની સલામતીને સંસ્થાગત બનાવવામાં આવી છે. જેથી અમનેે બહાર આવી આ હિચકારા કૃત્ય સામે વિરોધ કરવાની ફરજ પડી છે. અમે આ વિરોધ દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર સંગઠનને વિનંતી કરીએ છે કે, તેઓ ભારતમાં દલિતો સામે આચરાતી એટ્રોસિટિના મુકાબલા માટે શરૂ કરવામાં આવેલી લડતમાં સાથ આપે. આ પ્રદર્શનોમાં માંગ કરવામાં આવી હતી કે, ભારત સરકાર દલિતોને એસસી-એસટી એકટ હેઠળ સુરક્ષા ઉપલબ્ધ કરાવે. તેમજ એવી ખાતરી પણ આપે કે, આરોપીઓ સામે કોઈ પણ પ્રકારનું કુણું વલણ અપનાવ્યા વિના પગલાં ભરવામાં આવશે. પીડિત પરિવારને વળતર ચૂકવવાની પણ માંગ કરાઈ હતી. ટાઈમ્સ સ્કવેરના લાઈવ સ્ટ્રીમ ઉપર પણ આ પ્રદર્શનોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભારતમાં દલિતો સામે થતી એટ્રોસિટિના ઈતિહાસમાં હાથરસની ઘટના એક કાળો અધ્યાય છે. આ ઘટનાથી વિશ્વમાં ભારતનું નામ ખરાબ થયું છે. મિલિન્દ અવસરમોલ નામક એક એનઆરઆઈ દ્વારા જણાવાયું હતું કે, પીડિતાના પરિવારની કનડગત કરવામાં આવી રહી છે તે એક આંચકાજનક બાબત છે. એટલું જ નહીં આરોપીઓનો પણ તંત્ર દ્વારા બચાવ થઈ રહ્યો છે તે જાણી આશ્ચર્ય થયું છે. અમારી માંગ છે કે, ભારતમાં બંધારણ પ્રમાણે ન્યાયપ્રણાલી કામ કરે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!