હાથરમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પોલીસ લાઠીચાર્જ દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે એક પોલીસ કર્મીએ તેમના કપડાં પકડીને ખેંચ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી અને સાથે જ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. ધક્કામુક્કી દરમ્યાન પોલીસકર્મીએે પ્રિયંકા ગાંધીનો કૂર્તો પકડીને હટાવ્યા હતા. આ કૃત્ય કેમેરામાં કેદ થઈ ગયા બાદ હવે યુપી પોલીસે પ્રિયંકા ગાંધીની માફી માગી છે અને કહ્યું છે કે, દોષિત પોલીસ કર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. આ તપાસ સિનિયર મહિલા અધિકારી કરશે. કોંગ્રેસે આ મુદ્દાને દેશભરમાં ચગાવવાનું નક્કી કર્યું છે અને પીડિતાના પરિવારને મળ્યા બાદ પાર્ટીએ આ ઘટનાના વિરોધમાં દેશભરમાં સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી છે. આંદોલન અંતર્ગત કોંગ્રેસે સોમવારે દેશભરમાં જિલ્લા મુખ્યમથકો બહાર ધરણા પણ કર્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews