શિષ્યવૃત્તિ ન મળી હોવા છતાં ઓનલાઈન ફોર્મમાં રિન્યુઅલ ઓપ્શનથી મૂંઝવણ વધી

0

ગુજરાતનાં વિધાર્થીઓ હાલમાં સરકારની પ્રિમેટ્રીક અને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહયાં છે. ઘણાં વિધાર્થીઓની ગત વર્ષે શિષ્યવૃત્તિ પાસ નથી થઈ તેવા વિધાર્થીઓ રીન્યુઅલ ફોર્મનું ઓપ્શન આવે છે એટલે આવા વિધાર્થીઓ ફ્રેશ હોવા છતાં રીન્યુઅલ ફોર્મ ભરવા મજબુર બન્યાં છે. એટલે કદાચ તેમનું ફોર્મ રિજેકટ થવાની શકયતા પણ સેવાઈ રહી છે. ત્યારે વહેલી તકે સરકાર આ બાબતે માર્ગદર્શન જાહેર કરે તેવી વાલી જગતની માંગ ઉઠવા પામી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અમલી છે. લઘુમતિના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. અને આના ફોર્મ છેલ્લા ઘણાં વર્ષોથી ઓનલાઈન ભરવાની પધ્ધતિ પણ અમલી બનાવી છે. પરંતુ આ વર્ષે શિષ્યવૃત્તિના અરજી ફોર્મ સંપુર્ણપણે ઓનલાઈન ભરવાના હોઈ વિધાર્થીઓની મુંઝવણ વધી ગઈ છે. મહત્વની ખામી ત્યાં સર્જાય છે કે કોઈ વિધાર્થી ધો.૧૧માં અભ્યાસ કરતો હોય અને તેણે પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યુ હોય, પરંતુ તેને તેની શિષ્યવૃત્તિ પાસ થઈ ના હોય અને આ વિધાર્થી ધો.૧રમાં આવે ત્યારે તેને આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે નવેસરથી ફ્રેશ ફોર્મ ભરવું પડે છ. આ ફોર્મ ભરતાં પહેલા વિદ્યાર્થીએ બેંકમાં જઈ પોતાની પાસબુક ભરાવવાની હોય છે. જાે તેના બેંક ખાતામાં શિષ્યવૃત્તિના નાણાં જમા થયાં હોય તો તેને ધો.૧રમાં આવ્યો હોય ત્યારે રિન્યુઅલ ફોર્મ ભરવું પડે છે. પરંતુ તેના બેંક ખાતામાં નાણાં જમા થયા ના હોય એટલે કે ધો.૧૧માં તેન ભરેલ ફોર્મ કોઈ કારણસર પાસ ના થયું હોય એટલે તેને શિષ્યવૃત્તિ મળી નથી. એટલે તેણે ધો.૧રમાં નવેસરથી ફ્રેશ ફોર્મ ભરવું પડે. ગુજરાતના ઘણાં ગામ શહેરમાં વસતાં વિધાર્થીઓ હાલમાં આ ફોર્મ ભરવામાં મુંઝવણમાં મુકાયાં છે. કેમકે જે વિધાર્થીઓના ખાતામાં ગયા વર્ષે ભરેલા ફોર્મની શિષ્યવૃત્તિ જમા થઈ નથી. તે વિધાર્થી ચાલુ વર્ષે ફોર્મ ભરવા જાય છે. ત્યારે તેમનું ફોર્મ ફ્રેશનાં બદલે રિન્યુઅલનું ઓપ્શન આવે છે. શિષ્યવૃત્તિ મળી નથી. છતાં રીન્યુઅલનું ઓપ્શન શા માટે તે પ્રશ્ન ઉઠયો છે. સરકારની શિષ્યવૃત્તિ બાબતની ગાઈડલાઈનમાં એવો સ્પષ્ટ દર્શાવ્યું છે કે જે વિધાર્થીનેગત વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે વિધાર્થીઓએ રિન્યુઅલ ફોર્મ ભરવું અને જેને ના મળી હોય તેમણે ફ્રેશ ફોર્મ ભરવું. આ બાબતે કેટલી સંસ્થાઓ દ્વારા જીલ્લા તેમજ ગાંધીનગર કક્ષાના અમલીકરણ અધિકારીઓને આ મુંઝવણનો ઉકેલ લાવવા પુછપરછ કરી તો તેમણે પણ હાથ ઉંચા કરી દીધાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!