જૂનાગઢ અને સોરઠ પંથક માટે અત્યંત મહત્વની ગણાતી અને ખેડૂત વર્ગને માટે પણ ખેત ઉત્પાદનના વેંચાણ માટે વેપારનું પીઠું અને મુખ્ય મથક ગણાતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ઉમેદવારી પત્રક રજૂ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અને આજે ચકાસણીની કાર્યવાહી સાંજ સુધીમાં પૂરી થવાની છે ત્યારે માર્કેટીંગ યાર્ડની ચૂંટણી અંગે માર્કેટીંગ યાર્ડમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી
તા. ૧૬-૧૦-ર૦ર૦ના રોજ યોજાનાર છે જેના માટે પ૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને તા. ૯ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ મતદાનમાં કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તા. ૧૭ ના રોજ મત ગણતરી યોજાશે. ગઈકાલે ભરાયેલા ઉમેદવારીપત્રોમાં ૯૭૭ મતદારો ધરાવતી ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૩૦ ફોર્મ જયારે ૪૦૭ મતદારો ધરાવતી વેપારી વિભાગની બેઠક માટે ૧૪ ફોર્મ તથા ૧પ૬ મતદાર ધરાવતા ખરીદ વેંચાણ સંઘની બે બેઠક માટે ૯ ઉમેદવારી પત્રો ભરાયા હતા. કુલ ૧૬ બેઠકો માટે ગઈકાલે ૧પ૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેની આજે ચકાસણી કરાશે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ રણનીતિ શરૂ કરી દીધી છે. સરકારના નવા નિયમ અનુસાર માર્કેટીંગ યાર્ડમાં સતત બે વર્ષ ડિરેકટર, ચેરમેન રહ્યા હોય તેવા ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે. એક વર્ષ ચૂંટણી નહીં લડયા બાદ બીજા વર્ષે ચૂંટણી લડી શકશે. આ નિયમને કારણે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ૭ હોદ્દેદારો ચૂંટણી નહીં લડી શકે તેમ જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews