જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટીની આજે મહત્વની બેઠક : રસ્તાના કામોને અગ્રતા અપાશે

0

જૂનાગઢ શહેરનાં સાવ બિસ્માર બનેલા રસ્તાઓને લઈને પ્રજા ઘણાં સમય થયાં ત્રાહીમામ છે. અને હાલ તો ધુળીયા બની ગયેલા આ રસ્તાઓ વધારે કષ્ટજનક બની રહયા છે. પરંતુ હવે આ દિવસો થોડા સમય દુઃખના દાડા હટી જવાના હોય તેમ લાગે છે. આજે સ્ટેન્ડીંગ કમિટીની મળી રહેલી બેઠકમાં સૌ પ્રથમ રસ્તાઓના કામને જ અગ્રતા આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે મળવાની હતી પરંતુ કોરમનાં અભાવે આ બેઠક રદ કરી નાંખવામાં આવી હતી. અને આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી રહી છે. સ્ટેન્ડીંગ બેઠક મળ્યા પહેલા ૧૧ વાગ્યે સંકલન સમિતીની બેઠક મળનાર હોવાનું જાણવા મળે છે. આજે યોજાઈ રહેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ સંકલનની બેઠક મળી ગયા બાદ સ્થાઈ સમિતીની બેઠક મળશે અને આ બેઠકમાં સૌથી વધારે અગ્રતા શહેરનાં રસ્તાનાં કામોને આપવામાં આવશે. ટેન્ડરો ખોલી મંજુરી અને વર્ક ઓર્ડરની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ વાસીઓને હવે નજીકનાં દિવસોમાં નવા રસ્તા અંગેની સવલતો પ્રાપ્ત થાય તેવા નિર્દેશો મળી રહયા છે. જાેકે મનપા તંત્ર જેમ બને તેમ ઝડપથી નવા રસ્તા અંગેની કામગીરીને આટોપી લે તો જ નવરાત્રી અને તહેવારોનાં દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરની જનતાને હાશકારો મળી શકે. આજે મળી રહેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યો, કમિશ્નર, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!