ખંભાળિયાનાં સોનારડી ગામે વાડીએ ટિફિન દેવા જતી બે તરૂણીનાં ડૂબી જતા કરૂણ મૃત્યું

ખંભાળિયા- દ્વારકા હાઇવે ઉપર અત્રેથી આશરે ૨૧ કિલોમીટર દૂર સોનારડી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા જોરૂભા દેશરજી જાડેજા નામના ગરાસીયા યુવાનની ૧૭ વર્ષીય વિદ્યાર્થીની એવી પુત્રી પિયુબા તેમના પાડોશમાં રહેતા ભરતસિંહ દેવુભા જાડેજાની પુત્રી ભાગ્યશ્રીબા (ઉ.વ. ૧૭) સાથે મંગળવારે સવારે આશરે સાડા દસેક વાગ્યે વાડીએ ટિફિન લઈને જતી હતી, ત્યારે રસ્તામાં પાણી ભરેલી માટીની ખાણ પાસેથી પસાર થતી વખતે ભાગ્યશ્રીબાનો પગ લપસી જતાં તેણી ખાણમાં પડી ગઈ હતી. તેને બચાવવા જતા પીયુબા પણ ખાણમાં ઉતરતાં તેને તરતા આવડતું ન હોવાથી આ બન્ને તરૂણીઓ ડૂબવા લાગી હતી અને મોતને ભેટી ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!