ખંભાળિયાનાં પીઢ રઘુવંશીને પરિમલભાઈ નથવાણીએ શોકાંજલી અર્પી

ખંભાળિયા શહેરમાં તાજેતરમાં પીઢ રઘુવંશી અગ્રણીઓનાં નિધન થતાં તેમને ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તથા રિલાયન્સના સિનિયર પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ખંભાળિયાના અખબારી આલમ સાથે છેલ્લી આશરે અડધી સદીથી વધુ સમયથી સંકળાયેલા અને જીવનના અંત સુધી કાર્યશીલ રહેલા કર્મઠ એવા મહેન્દ્રભાઈ સુંદરજીભાઈ રાડીયાનું ગત તારીખ ૨૭મીના રોજ ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. આ બાદ ખંભાળિયાના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા અને શહેરમાં સેવાકીય કાર્યો માટે સદાય તત્પર રહેલા રઘુવંશી અગ્રણી જીતેન્દ્રભાઈ પંચમતિયા (જીતુભાઈ હિન્દ વારા)નું તારીખ ૨ ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. રઘુવંશી જ્ઞાતિજનોના નિધનથી ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી, શહેર માટે તેઓની અજોડ સેવાઓને અવિસ્મરણીય ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વ. મહેન્દ્રભાઈ રાડીયા તથા સ્વ. જીતુભાઈ પંચમતિયાના સંસ્મરણોને યાદ કરી, રિલાયન્સ- મોટી ખાવડીના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ પણ શોક વ્યક્ત કરી, શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!