વેરાવળ : બીજના ખેડુતોએ અતિવૃષ્ટીમાં મગફળીનો પાક નાશ પામતા સળગાવી દીધો

0

વેરાવળ તાલુકાના બીજ ગામે ત્રણ વિઘામાં વાવેલ મગફળીનો પાક અતિવૃષ્ટીમાં નાશ પામ્યોે હોવાથી ખેડુત દ્વારા સળગાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. બીજના ખેડુત મેર વરસિંગ જાદવે પોતાના ખેતરમાં મગફળીનો પાક અતિવૃષ્ટિમાં ૮૦ ટકા નાશ પામ્યો હોય અને બાકી રહેલો ર૦ ટકા પાક ખેતરમાં જ સળગાવી દીધેલ હતો. આ પંથકમાં ૨૧,૫૪૫ હેક્ટરમાં વાવેતર થયેલ જેમાં બાજરી ૫૦ હેક્ટર, મગ ૧૦ હેક્ટર, સોયાબીન ૩૧૦ હેક્ટર કપાસ ૫૫ હેક્ટર, શાકભાજી ૮૧૦ હેક્ટર, ઘાસચારો ૧૦૫૦ હેક્ટર અને સૌથી વધુ મગફળીનું ૧૯,૨૫૦ હેક્ટરમાં વાવેતર થયેલ હતું. આ વર્ષે આ પંથકમાં બાવન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે બીજ અને હરણાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા ખેતરમાં પાણી ભરાઇ ગયા હતા. ખેડુતોના ઉભા પાકોને ભારે નુકસાન થયેલ જેથી આ વર્ષે બીજ ગામે ખેડુતોએ વાવેતર કરેલ મગફળીના પાકો પાણી ભરાવાના લીધે મગફળીમાં ડોડવા નીકળતા ન હતા અને ઉપજ ઓછી હોવાથી અતિવૃષ્ટિથી ઉભો પાક નાશ પામ્યા બાદ તંત્ર સુધી વાત પહોંચાડવા માટે બીજ ગામના મેર વરસિંગ જાદવે પોતાના ખેતરમાં રહેલ ત્રણ વિઘા મગફળીના પાકને સળગાવી નાખેલ અને તાત્કાલીક સર્વે કરીને સહાય કરવા માંગ કરી હતી. ગીર-સોમનાથ જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા નારણભાઇ મેરે જણાવેલ કે, અમારા ગામમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પાળો ન બનાવાતા દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ નદીઓમાં પુર આવતા ખેતરમાં પાણી ભરાઇ જાય છે અને આશરે ૮૦૦ વિઘા જેટલા ખેતરમાં રહેલ પાકને ભારે નુકસાન પહોંચે છે જેથી અહીં તંત્ર દ્વારા વહેલીતકે પાળા બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!