જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને પરચુરણ ઘરકામ કરી, ગુજરાન ચલાવતી એક મહિલાએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાના પતિ એક કોલેજમાં નોકરી કરતા હતા અને બે વર્ષ પહેલા મરણ ગયેલ હતા, તેઓને સંતાનમાં બે દીકરીઓ છે, તે પૈકી એક દીકરી અંકિતા (નામ બદલાવેલ છે) એ ત્રણેક વર્ષ પહેલા અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. જે દીકરી હાલ પોતાના ઘરે આવેલ છે અને હવે પોતાના પતિ પાસે જવા ઇચ્છતી નથી અને લિવ ઇન રિલેશનશીપ કેન્સલ કરવા માંગે છે. પરંતુ, પોતે નિરાધાર હોય, બે પુત્રી જ હોય, પોતાના ઘરમાં કોઈ પુરૂષ સભ્ય ના હોય, સામાવાળા માથાભારે હોય, પોતાની દીકરીને દીધેલ વસ્તુ પરત સાંેપાવવા અને સામાવાળાઓથી પીછો છોડાવવા, સામાવાળા માથાભારે હોય, ભવિષ્યમાં પોતાને હેરાન કરવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ, સ્ટાફના હે.કો. મેહુલભાઈ, પો.કો. કરણસિંહ, ચેતનભાઈ, ગોવિંદભાઇ, અમરાભાઈ, સંજયભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજૂઆત આધારે સામાવાળાને આખા કુટુંબને રૂબરૂ બોલાવી, યુવતીની તેની સાથે આવવાની ઈચ્છા ના હોય, કાયદેસર કાર્યવાહી કરવા દબાણ લાવતા, અરજદારની દીકરીને લિવ ઇન રિલેશનશીપમાંથી મુક્ત કરવા તથા યુવતીની માતા અરજદાર દ્વારા આપવામાં આવેલ તમામ ચીજ વસ્તુ બીજા દિવસે આવીને પોલીસ રૂબરૂ સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતા અને બીજા દિવસે આવી, મહિલાએ આપેલ સામાન પરત પણ કરી દીધેલ, લિવ ઇન રિલેશનશિપ કેન્સલ કરેલ અને ભવિષ્યમાં કોઈ દિવસ હેરાન નહીં કરવાની ખાત્રી આપતા, અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના સંતાનો ઉપર ધ્યાન આપવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદાર તથા તેની દીકરીને પોલીસનો આવો પોતાના કુટુંબી જેવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના ભયજનક વળાંક ઉપર મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, દુઃખી થવાના કારણે પોતાને કાંઈ સૂઝતું ના હોય, પોતાની જિંદગીથી હાથ ધોવાનો વારો પણ આવેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. અરજદાર અસહાય મહિલાની દીકરી અંકિતા ગ્રેજ્યુએટ થઈને એલએલબીમાં અભ્યાસ કરતી હોય, આજથી ત્રણેક વર્ષ પહેલા ખાનગી વાહનમાં ડ્રાઇવિંગ કરતા યુવક સાથે પ્રેમમાં પડેલ હતી. જે તે વખતે તેને માતાપિતા તથા સમાજના લોકો દ્વારા ખૂબ સમજાવવા છતાં માનેલ નહીં અને પોતે પ્રેમ કરતા યુવક સાથે જ રહેવા માંગતા હોવાની જીદ પકડી, માતાપિતાની ઈચ્છા વિરૂદ્ધ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલ હતી. અરજદાર તથા તેના પતિએ હૃદય ઉપર પથ્થર રાખી, આ સંબંધ સ્વીકારેલ હતો. દીકરીના પિતા આઘાત સહન ના થતા, બીમારીમાં પટકાયા અને મરણ ગયેલ હતા. તેમ છતાં, અરજદાર મહિલા દ્વારા પોતાના પતિના પેન્શન અને પરચુરણ કામ તથા નાની દીકરીના પગારમાંથી ભરણપોષણ કરતી હતી. ઉપરાંત, દીકરીએ લગ્ન કરેલ તે યુવકની પરિસ્થિતિ સારી ના હોય, દર મહિને મહિલા દીકરીને રોકડ રકમ તથા સામાન મોકલી મદદ કરતી હતી. થોડા સમય પોતે શિક્ષિત હોય, જ્યારે ડ્રાઇવિંગ કરતા યુવકના કુટુંબ વાળા અશિક્ષિત હોય, બાદમાં યુવતીને વાસ્તવિકતાનું ભાન થયેલ અને યુવક પાસે આજીવિકાનું કોઈ સાધન ના હોય, ઉપરાંત યુવકના કુટુંબીજનો અશિક્ષિત હોવાના કારણે અવારનવાર અંદરો અંદર ઝઘડા કરતા હોવાથી યુવતી માનસિક થાકી ગયેલ અને પોતાની માતા અરજદારને પોતે ઘરે આવવા માંગતી હોવાનું જણાવી ઘરે આવી પોતે ફસાઈ ગયાની વાત જણાવતા અરજદાર માતા ઘણા દિવસ વિચાર કરી જૂનાગઢ પોલીસ પાસે મદદ માંગેલ હતી. ડીવાયએસપી જાડેજાએ પણ દીકરી અંકિતાને સમજાવતા, જ્યારે યુવક સાથે ગયા ત્યારે માતાપિતાની સલાહ માનવી જોઈએ અને માતાપિતા સંતાનના સારા માટે જ છે તેવું સમજાવી, મદદ આપતા, જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરવામાં આવતા, આભારની લાગણી સાથે જૂનાગઢ પોલીસ પોતાના કુટુંબના સભ્યોની માફક પડખે ઉભા રહયાની લાગણી વ્યક્ત કરેલ હતી. આજના સાંપ્રત આધુનિક યુગમાં યુવાન છોકરા છોકરી દ્વારા પ્રેમના આવેગમાં આવી, માતાપિતાની ઈચ્છા વિરૂદ્ધ લેવામાં આવતા ર્નિણય ક્ષણિક આનંદ અપાવનારા હોય છે. યુવક, યુવતીની ભૂલ છતાં, માતાપિતા પોતાનો સંતાનોને પ્રેમ કરતા જ હોય છે અને માતાપિતા હંમેશા બાળકોનું ભલું જ ઇચ્છતા હોય છે. એવો આ કિસ્સો આજના યુવક યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હોય, યુવક યુવતીઓ તથા તેના માતાપિતાએ ચેતવાની જરૂરિયાત છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને મદદ કરી, લિવ ઇન રિલેશનશીપ કેન્સલ કરાવી, સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews