દેવભૂમિ દ્વારકાના દારૂ પ્રકરણમાં બાર વર્ષથી ફરાર બુટલેગરને નાની દમણથી ઝડપી લેવાયો

0

દ્વારકા તથા મીઠાપુરમાં પંથકમાંથી આજથી આશરે અગીયાર-બારેક વર્ષ પહેલા વિદેશી દારૂ ઝડપાયો હતો. જે અંગે નાની દમણના મોટા ફળિયા વિસ્તારમાં રહેતા સુરેશ ડાયાભાઈ હીરાભાઈ નામના ૪૨ વર્ષીય કોળી પટેલ શખ્સનું નામ ખૂલવા પામ્યું હતું. પરંતુ તે પોલીસના હાથ લાગ્યો ન હતો. આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં હ્યુમન સોર્સિસથી નાસતા ફરતા આરોપી અંગેની માહિતી મેળવી, પોલીસે નાની દમણ તાબેના મોટા ફળિયા વિસ્તારના એવા આરોપી સુરેશ ડાયાભાઈ ઝડપી લીધો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.એસ.આઈ. વી.એમ. ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઈ. કેસુરભાઈ ભાટિયા, અજતભાઈ બારોટ, અરજણભાઈ મારૂ, જેસલસિંહ જાડેજા, વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!