જૂનાગઢમાં અંધકન્યા છાત્રાલય ખાતે માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ

જૂનાગઢ શહેરમાં સેજના ઓટા પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ખાતે પ/૧૦/ર૦ર૦ના રોજ ધારાશાસ્ત્રી દિપેશભાઈ ભટ્ટ તથા રૂચાબેન ભરતભાઈ રાવલ દ્વારા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તથા સામાજીક કાર્યકર જયેન્દ્રભાઈ જાેબનપુત્રા, ઉપપ્રમુખ અરંવિદભાઈ મારડીયા, શાંતાબેન બેસની ઉપસ્થિતિમાં માસ્ક તથા સેનેટાઈઝર દિકરીઓ અને સ્ટાફને વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે દિપેશભાઈ તથા રૂચાબેને સંસ્થાને તન મન ધનથી સેવા આપવાની ખાત્રી આપી હતી. મનસુખભાઈ વાજા દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!