જૂનાગઢ શહેર નજીક રાજકોટ હાઈવે ઉપર ભેંસાણ ચોકડી ખાતે આવેલ ઠાકરથાળ – હોટેલ ગ્રીનલેન્ડનાં શુભારંભને આજે ઝળહળતું એક વર્ષ પુર્ણ થયેલ છે. જે નિમીતે ઠાકરથાળ હોટેલ ગ્રીનલેન્ડ મેનેજમેન્ટ દ્વારા તમામનો આભાર માનવામાં આવેલ છે. જૂનાગઢ શહેરનાં નવલા નઝરાણાં રૂપ ઠાકરથાળ ગ્રીનલેન્ડ હોટેલનો આજથી એક વર્ષ પહેલા ભવ્ય શુભારંભ થયો હતો. હોટેલ અને ટુરીઝમ ઉધોગ સામે છેલ્લા એક વર્ષની સફરમાં કોરોના કટોકટી લોકડાઉન જેવી અનેક મુશ્કેલીઓ આવી છતાં ઠાકરથાળ ગ્રીનલેન્ડ હોટેલ દ્વારા માનવંતા ગ્રાહકોનો જાેરદાર પ્રતિસાદ મેળવવામાં સફળતા મળી છે. જેનો તમામ શ્રેય જૂનાગઢ અને સૌરાષ્ટ્ર – ગુજરાતની કદરદાન જનતાને ફાળે જાય છે. ઠાકરથાળ ગ્રીનલેન્ડ હોટેલ હંમેશા ગ્રાહકોની સેવામાં તત્પર રહી યોગદાન આપતી રહેશે. અને કસ્ટમરને લકઝરી સુવિધા મળતી રહે તે માટે હોટેલ મેનેજમેન્ટ પ્રતિબધ્ધ છે તેમ એક યાદીમાં જણાવાયું છે. છેલ્લા એક વર્ષમાં મિત્રો, શુભેચ્છકો, સંબંધીઓનો ખુબજ સહકાર મળ્યો છે. અને આગામી સમયમાં પણ સહકાર મળતો રહેશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. ઠાકરથાળ ગ્રીનલેન્ડ હોટેલને એક વર્ષ પુર્ણ થતા તે નિમીતે વિશાળ સંખ્યામાં માનવંતા કસ્ટમરો, શુભેચ્છકો, વીઆઈપી મહાનુભાવો, રાજકીય નેતાઓ, સેલીબ્રીટીઓ શુભેચ્છાઓ પાઠવી છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન ઠાકરથાળ ગ્રીનલેન્ડ હોટેલની વિવિધ રાજયનાં મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, મીનીસ્ટરો, વીઆઈપી મહાનુભાવો, ક્રિકેટરો, સેલીબ્રીટીઓ દ્વારા મુલાકાત લઈ અમારૂં ગૌરવ વધારેલ છે તેમ ઠાકરથાળ – હોટેલ ગ્રીનલેન્ડ મેનેજમેન્ટ દ્વારા જણાવેલ છે. મેનેજમેન્ટ વતી ચીફ મેનેજીંગ ડિરેકટર ભાણાભાઈ, હનીફભાઈ, તેમજ સમગ્ર ઠાકરથાળ – ગ્રીનલેન્ડ ફેમેલી દ્વારા આ તકે તમામનો આભાર માનવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews